September 19, 2021
September 19, 2021

રિયલ લાઇફમાં ખૂબ જ બોલ્ડ છે ‘તેરે મેરે દરમિયા’ની અભિનેત્રી Neha Malik

જુઓ Sizzling Photos, પાણી પાણી થઈ જશો…

ભોજપુરી એક્ટર ખેસારી લાલ યાદવનું હિન્દી ગીત ‘તેરે મેરે દરમિયા’માં જોવા મળેલી નેહા મલિક આજકાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. અભિનેતાનું આ ગીત તાજેતરમાં જ રિલીઝ થયું છે જેને ઇન્ટરનેટ આગ લગાવી દીધી છે. એટલું જ નહીં, આ ગીત રિલીઝ થયા પછી તરત જ યુ ટ્યુબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. એવામાં અમે તમને અભિનેત્રીની રિયલ લાઇફની કેટલીક સનસનાટી મચાવતી તસવીરો બતાવી રહ્યા છીએ.

અભિનેત્રી નેહા મલિક રિયલ લાઇફમાં ખૂબ જ બોલ્ડ અને ખૂબસૂરત છે. તેણીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તપાસવામાં આવે તો તમને અહીં અનેક સિઝલિંગ તસવીરો જોવા મળશે.

ઇન્ટરનેટ પર ઉપલબ્ધ જાણકારી પ્રમાણે નેહા મલિક એક મૉડલ, અભિનેત્રી અને બ્લૉગર છે. નેહા મલિકે 2012ના વર્ષથી મૉડલિંગથી કારકિર્દીની શરૂઆત કરી હતી. નેહા મલિકનો જન્મ 31 મે 1990ના રોજ મુંબઈ ખાતે થયો હતો. નેહાનો ઉછેર પણ મુંબઈમાં જ થયો છે.

ઇન્ટરનેટ પર ઉપલબ્ધ જાણકારી પ્રમાણે નેહાએ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ દિલ્હીથી અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ એન્ડ હૉસ્પિટલમાંથી ડિગ્રીનો અભ્યાસ કર્યો છે.

એવું કહેવામાં આવે છે કે અભિનેત્રી બાળપણથી જ મૉડલ બનવા માંગતી હતી. નેહાએ અભિનેત્રી તરીકે ‘ભનવારી કા જાલ’ ફિલ્મથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી.

નેહાને પંજાગી ગીત નીટ દારૂ જેવા મ્યૂઝિક વીડિયો માટે ઓળખવામાં આવે છે. આ ગીતમાં નેહા સાથે મિલિંદ દાબાએ અભિયન કર્યો છે. આ ઉપરાંત નેહાનો સૌથી હીટ મ્યુઝિક વીડિયો “સખિયાં’ રહ્યો છે. આ ગીતને મનિન્દરે કમ્પોઝ કર્યું છે. (તસવીર સાભાર: @Neha Malik instagram)

 29 ,  2