નેપાળમાં પૂર અને ભૂસ્ખલનના કારણે 43 લોકોના મોત, 24 લાપતા અને 20 ઘાયલ

ભારતના પાડોશી દેશ નેપાળમાં કેટલાય દિવસોથી સતત વરસાદ થઈ રહ્યો છે જેના કારણે જીવજીવન ખુબ પ્રભાવિત થયું છે. પૂર અને ભૂસ્ખલનના કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યા 43 પર પહોંચી ગઈ છે. જ્યારે 24 લોકો લાપત્તા છે અને 20 લોકો ગંભીર રીતે ઘાયલ છે. પૂરથી સૌથી વધુ સિમર જિલ્લો પ્રભાવિત થયો છે જ્યાં 24 કલાકમાં 311 મિમી વરસાદ થયો.

નેપાળમાં ગત કેટલાક દિવસોથી ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે અહીંના કેટલાક વિસ્તારોમાં પૂર આવ્યુ છે. સાથે જ પાણીના તેજ પ્રવાહના કારણે વધારે વિસ્તારોમાં ભૂસ્ખલન પણ થયુ. પૂર અતિસંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને વિસ્થાપિત કરીને સુરક્ષિત વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે.

અહીં બિહારના ઉત્તર અને નેપાળના અનેક ક્ષેત્રોમાં સતત વરસાદ બાદ કોશી, ગંડક, બૂઢી ગંડક, ગંગા અને બાગમતી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. તેનાથી સીતામઢી, શ્યોહર, પૂર્વ ચંપારણ, અરરિયા, કિશનગંજ અને મધુબની જિલ્લામાં પૂર આવી ગયું છે. જનકપુરમાં 245.2 મિમી. કાઠમંડુના અમુક ભાગોમાં 5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. નેપાળે આગામી 24 કલાક માટે હાઈએલર્ટ જાહેર કર્યુ છે.

પૂરથી શનિવારે કિશનગંજમાં બે બાળકો મૃત્યુ પામ્યાં. સીતામઢીના સુપ્પી ક્ષેત્રમાં બાગમતી નદી પર બનેલ ડેમ તૂટી પડ્યો હતો. તેનાથી અનેક ગામમાં પાણી ઘૂસી ગયું. સુપોલમાં કોસી મહાસેતુની બાજુમાં ડેમ તૂટવાથી 60 ગામડાંમાં પાણી ભરાઈ ગયું. પૂર્વ ચંપારણ, અરરિયા, કિશનગંજ અને સીતામઢીની સ્કૂલોમાં 15 જુલાઈ સુધી રજા જાહેર કરાઈ છે.

 69 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી