શું આંધ્રની સરકાર પૂર્વ સીએમના પત્નીને હેરાન કરે છે ?

ચંદ્રાબાબુ નાયડુએ રડતાં રડતાં રજૂ કરી આપવીતી..

એન.ચંદ્રબાબુ નાયડું. ઘણા લાંબા સમય બાદ તેઓ મીડિયા સમક્ષ આવ્યા અને રડ્યા…! છેલ્લા ઘણાં સમયથી તેઓ જાણે કે રાજકારણમાંથી ફેંકાઇ ગયા હતા. પરંતુ હમણાં તેઓ મીડિયા સમક્ષ આવ્યા અને રડતાં-રડતાં તેમ કહ્યું કે, સત્તાપક્ષ વાયએસઆરસી દ્વારા તેમણી પત્નીને નિશાન બનાવીને અપમાનિત કરવામાં આવી રહ્યા છે. તેમણે ચાણક્ય જેવી દ્રઢ પ્રતિજ્ઞા લીધી કે જ્યા સુધી સત્તામાં પરત નહીં આવું ત્યાં સુધી વિધાનસભામાં પગ નહીં મૂકું…. ચાણક્યએ એવી પ્રતિજ્ઞા લીધી હતી કે, જ્યાં સુધી અપમાનનો બદલો નહીં લઉ, ત્યાં સુધી ચોટી નહીં બાંધુ…ઇતિહાસ ગવા છે કે ચાણક્યની પ્રતિજ્ઞા પૂરી થઇ એમ ચંદ્રબાબાબુની પ્રતિજ્ઞા પૂર્ણ થશે કે કેમ એતો ભાવિના ગર્ભમાં છુપાયેલું છે. પરંતું હાલમાં તો ચંદ્રબાબુ સત્તાપક્ષથી દુ:ખી દુ:ખી છે.

તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુએ શુક્રવારે સંકલ્પ લીધો હતો કે તેઓ સત્તામાં પાછા ન આવે ત્યાં સુધી આંધ્ર પ્રદેશ વિધાનસભામાં પગ નહીં મૂકે. તેમણે તેલુગુ દેશમ પાર્ટીના મુખ્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, “ત્યાં સુધી અમે લોકો પાસે જઈશું અને સમસ્યાનો ઉકેલ લાવીશું,” પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ભાવુક થઈ ગયા અને થોડીવાર રડતા જોવા મળ્યા. તેમણે આરોપ લગાવ્યો કે સત્તારૂઢ વાયએસઆર કોંગ્રેસ તેમને સતત અપમાનિત કરી રહી છે.

TDP વડાએ કહ્યું, “આ YSRCના અત્યાચારી શાસન સામે એક પ્રકારનુ ધર્મયુદ્ધ છે. હું લોકો પાસે જઈશ અને તેમનું સમર્થન માંગીશ. જો લોકો સહકાર આપશે, તો હું આંધ્ર પ્રદેશ રાજ્યને બચાવવાનો પ્રયાસ કરીશ.” અગાઉ, વિપક્ષના નેતાએ ગૃહમાં ભાવનાત્મક સ્વરમાં કહ્યું હતું કે શાસક વાયએસઆર કોંગ્રેસના સભ્યો દ્વારા તેમની વિરુદ્ધ સતત અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવતાં તેમને દુઃખ થયું છે. નાયડુએ કહ્યું, “છેલ્લા અઢી વર્ષથી હું લોકોના ભલા માટે અપમાન સહન કરી રહ્યો છું, પરંતુ શાંત રહ્યો. આજે તેઓએ મારી પત્નીને પણ નિશાન બનાવી છે. હું હંમેશા સન્માન સાથે આદરપૂર્વક જીવ્યો છું. હુ વધુ અપમાન સહન કરી શકતો નથી.”

વિધાનસભાના અધ્યક્ષ તમ્મિનેની સીતારામે, ચંદ્રાબાબુના માઈકનો સંપર્ક કાપી નાખ્યા પછી પણ નાયડુએ ગૃહમાં બોલવાનું ચાલુ રાખ્યું. શાસક પક્ષના સભ્યોએ નાયડુની ટિપ્પણીને “નાટક” ગણાવી હતી. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને કૃષિ ક્ષેત્ર પર સંક્ષિપ્ત ચર્ચા દરમિયાન ગૃહમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલ પછી નિરાશા વ્યક્ત કરી હતી. બાદમાં, તેમની ચેમ્બરમાં તેમની પાર્ટીના ધારાસભ્યો સાથે અચાનક મુલાકાત થઈ, જ્યાં તેઓ અત્યંત ભાવુક થઈ ગયા. નાયડુના ભાવુક થવાથી સ્તબ્ધ થઈ ગયેલા ટીડીપીના ધારાસભ્યોએ, નાયડુને સાંત્વના આપી, ત્યારબાદ તેઓ બધા ગૃહમાં પાછા ફર્યા.

ચંદ્રાબાબુ નાયડુએ પછી તેમના નિર્ણયની જાહેરાત કરી અને કહ્યું કે તેઓ “જ્યાં સુધી તેઓ સત્તામાં પાછા નહીં આવે ત્યાં સુધી” વિધાનસભામાં પ્રવેશ નહીં કરે. બાદમાં ગૃહમાં પહોંચેલા મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ કહ્યું કે વિપક્ષી નેતાનું વર્તન અને શબ્દો ડ્રામા સિવાય બીજું કંઈ નથી.

રેડ્ડીએ કહ્યું, “ચંદ્રબાબુ દરેક વસ્તુમાંથી માત્ર રાજકીય લાભ લેવા માંગે છે. તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમનું નાટક બધાને દેખાઈ રહ્યું હતું, જો કે હું તે સમયે ગૃહની અંદર ન હતો.” તેમણે કહ્યું, “હા, ચંદ્રાબાબુ નાયડુ હતાશામાં છે, તે માત્ર મને જ નહીં, પરંતુ રાજ્યના તમામ લોકો જાણે છે. રાજ્યની જનતાએ તેમને ખુલ્લેઆમ નકારી દીધા છે. તેમના કુપ્પમ મતવિસ્તારના લોકોએ પણ તેમને અકલ્પનીય રીતે નકારી દીધા છે. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે YSRC ધારાસભ્યોએ ચંદ્રાબાબુના પરિવારના સભ્યો (વિપક્ષના નેતા) વિશે કશું કહ્યું નથી.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી