16મીથી નવી બોલચાલ- રસી લીધી…? કઇ..? કેવુ લાગ્યું..?! હેં…ના હોય..?.સેલ્ફી મોકલ…!

ઉત્તરાણ બાદ ગુજરાતમાં પણ- ક્યાં જાઓ છો…? રસી મૂકાવા…!

16મીથી દેશભરમાં મિડિયા મટીરિયલ સબજેક્ટ-રસી…વેક્સિન…ટીકા…

ભારતની ખાસ કાળજી- કોઇ કાળે પાકિસ્તાનને રસી ના મળે..

કોરોનાની રસી મૂકાવ્યા બાદ કે તે પહેલા સેલ્ફીના ફોટા ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ પર જોવા મળશે…

તે કઇ રસી લીધી…? અચ્છા..એ કંપનીની..? ના મેં તો આ કંપનીની રસી લીધી છે…સરસ છે…

નેટ ડાકિયા- ખાસ અહેવાલ

ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા એક કરોડને પાર છે. અને કોરોના ચેપીરોગના સંક્રમણથી ભોગ બનેલા લોકોની સંખ્યા પણ એક લાખને પાર છે. 11 જાન્યુ.ના રોજ ભારતમાં સૌથી ઓછા 12, 584 કેસ નોંધાયા. લગભગ એક વર્ષ ભારતે કોરોના કાળમાં પસાર કર્યો અને કોરોનાથી કઇ રીચે બચી શકાશે તેનો જવાબ ભારતની દવા કંપનીઓ આપ્યો. ભારતમાં બે રસીઓ લોકો સુધી પહોંચવા તૈયાર છે અને 16 જાન્યુ.થી ઉત્તરાણ પછી ગુજરાત સહિત દેશભરમાં રસીકરણનો સૌથી મોટો કાર્યક્રમ શરૂ થવા જઇ રહ્યો છે….

ગુજરાતમાં પણ રસીનો પહેલો જથ્થો ભારે સુરક્ષા વચ્ચે પૂણેથી પહોંચી ગયો છે. સોનાના જથ્થાની હેરફેર વખતે જે સુરક્ષાના પગલા લેવાતા હોય એવી સુરક્ષા વચ્ચે રસીનો જથ્થો ગુજરાત સહિત અન્યત્ર વિમાન દ્વારા પહોંચી રહ્યો છે. તેને એક ખાસ તાપમાનમાં સુરક્ષિત રાખીને હેન્ડલ વીથ કેર…ની જેમ પહોંચાડીને એટલી જ સલામતી અને તાપમાનમાં રસીનો જથ્થો રાખવામાં આવ્યો છે. 16મીએ દેશભરમાં કોરોના હેલ્થ વોરિયર્સને સૌથી પહેલા રસી મૂકાશે. જેની સંખ્યા અંદાજે 3 કરોડ છે. એક રીતે જોતા ઓસ્ટ્રેલિયા દેશની કુલ વસ્તી પોણા ત્રણ કરોડ કરતાં વધારે લોકોને ભારતમાં પ્રથમ તબક્કામાં રસી અપાશે. આ 3 કરોડ વોરિયર્સની રસીનો ખર્ચ કેન્દ્ર સરકાર આપશે.

પૂણેની સિરમ કંપનીની રસીની કિંમત એક ડોઝના 210 રૂપિયા સરકારી ભાવ નક્કી થયો છે. જૂનમાં કોરોના રસી અન્ય દવાઓની જેમ ખુલ્લા બજારમાં મળશે ત્યારે તેના એક ડોઝની કિંમત 800-900 રૂપિયા હોઇ શકે. સરકાર 3 કરોડ વોરિયર્સ માટે રસી પાછળ અંદાજે 6 હજાર કરોડથી લઇને 7 હજાર કરોડનો ખર્ચ વહન કરશે. ભારતમાં અંદાજે 30 કરોડ લોકોને રસી અપવાનું આયોજન છે. એક ડોઝના 210 પ્રમાણે ગણીએ તો અંદાજે 70 હજાર કરોડ થાય.

30 કરોડમાંથી 3 કરોડને મફતમાં રસી અપાશે અને બાકીના 27 કરોડ પાસેથી રસીના પૈસા લેવા કે કેમ તે હજુ નક્કી નથી. કેમ કે રસીકરણ અને કોરોનાની રસી હવે રાજકારણનો એક ભાગ બની ગયો હોય તેમ પહેલાં ભાજપે બિહારની ચૂંટણીઓ વખતે તમામ બિહારીઓને મફતમાં રસી આપવાની જાહેરાત કરી હતી. હવે પ. બંગાળના સીએમ મમતા બેનર્જીએ જાહેર કર્યું કે તેમની સરકાર તમામ બંગાળીઓને મફતમાં રસી આપશે….!!

એ સાચુ છે કે ભારતનો રસીકરણનો કાર્યક્રમ દુનિયાનો સૌથી મોટો કાર્યક્રમ છે અને સરકારે કહ્યું છે તેમ આખી દુનિયાની નજર ભારતની રસી અને ભારતના રસીકરણના કાર્યક્રમ પર છે કે ભારતમાં રસી આપતી વખતે લોકો શું કહેશે, રસી અસરકારક હશે, રસી લીધા બાદ કોરોના નહીં થાય ને…આવા સવાલોના જવાબો જે તે દેશના ભારતમાં નિયુક્ત કોન્સુલ જનરલો મિડિયા મારફતે, પોતાના સોર્સ અને સરકાર પાસેથી મેળવીને પોતાની સરકારને મોકલશે..જેનો તેઓ અભ્યાસ કરીને પોતાના દેશમાં અમલી બનાવી શકે. આફ્રિકાના નાના અને ગરીબ દેશોનો આધાર ભારતની સસ્તી રસી પર છે. ભારત સરકારે એ તમામને રસી આપવાની ખાતરી આપી છે પણ ભારતની આ મેક ઇન ઇન્ડિયાની રસી પાકિસ્તાન ના મળે તેની ખાસ કાળજી સરકાર લેશે….

ભારત શા માટે પાકિસ્તાનને રસી આપે ભલા…? આપણાં 40 જવાનોને પુલવામા હુમલામાં શહીદ કરી નાંખ્યા અને કાશ્મિર ખીણ પ્રદેશમાં પાકિસ્તાનના મોકલેલા આતંકીઓના સફાયાની સાથે આપણાં જવાનો પણ શહીદ થઇ રહ્યાં છે. એટલે દુશ્મન દેશ પાકિસ્તાનને ભારતમાં બનેલી કોરોનાની રસીનો એક ડોઝ પણ પાકિસ્તાનને ના મળે તેવી જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી હશે. ભારતને અડીને આવેલા મ્યાનમાર, સિક્કિમ, ભૂતાન, શ્રીલંકા, નેપાળ વગેરે.ને ભારતની રસી મળી શકશે.

સેલ્ફીના જમાનમાં કોરોનાની રસી મૂકાવ્યા બાદ કે તે પહેલા સેલ્ફીના ફોટા ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ પર જોવા મળશે…

રસી માટે રસીબુથની બહાર લાંબી લાઇનના ફોટા પણ અખબારોમાં અને સ્થાનિક ટીવી ચેનલોમાં જોવા મળી શકશે.

રસીનો રંગ, રસીનું પેકિંગ, રસીનો જથ્થો, જ્યાં મૂકવામાં આવે તે ફ્રિજ જેવું સાધન કે ઉપકરણ વગેરે.ના ફોટા પણ ધીમે ધીમે મિડિયામાં શરૂ થઇ જશે.

ગુજરાતમાં સૌથી પહેલી રસી લેનાર હેલ્થ વોરિયરનું નામ પણ ફોટા સાથે જોવા મળશે. રસી લીધા બાદ કોઇ આડઅસર તો થતી નથી ને તે માટે રસીલેનારને બુથમાં જ બનેલા અલાયદારૂમમાં નિરીક્ષણ હોઠળ રખાશે. સંભવ છે કે કોઇ આડઅસર જોવા મળશે તો તેનો ખુલાસો પણ તરત જ ડોક્ટરોની ટીમ આપશે.

ભારત સરકારે સૌથી પહેલી રસી કોઇ રાજકિય નેતા, એમપી-એમએલએ ના લે તેવી કડક સુચના આપીને પહેલો હક્ક હેલ્થ વોરિયર્સ એટલે કે ડોક્ટરો, નર્સો, વોર્ડ બોયઝ, સફાઇ કર્મીને આપવામાં આવ્યો છે. રસી માટે કો-વિન નામની ખાસ એપ બનાવવામાં આવી છે. તેના પર નામ નોંધણી બાદ જ રસી અપાશે. સામાન્ય લોકોની એવી લાગણી હોઇ શકે કે રાજનેતાઓ સૌથી પહેલા રસી તો સારૂ…!! કારણ..? કોઇકે સારૂ કહ્યું છે-

દરેક સવાલના કાંઇ જવાબ નથી હોતા…

અને જે જવાબ હોય છે તે એટલા સધ્ધર નથી હોતા..

ઝેર તો કોક જ પી જાણે..બધા જ ઝેર પીનારા શંકર નથી હોતા….!

અલબત્તા, કોરોનાની રસી ઝેર નહીં પણ અમૃત છે. જે આપણને કોરોના ચેપીરોગથી બચાવશે. હાલમાં બે રસી આવી ગઇ છે અને હજુ 4 અલગ અલગ રસીઓ ટૂંક સમયમાં ભારજમાં ઉપલબ્ધ થસે ત્યારે લોકો પાસે કઇ રસી લેવી..કઇ ના લેવી તોનો વિક્લ્પ પણ હશે…પછી તો ભારતમાં રસી જ રસી થઇ જશે…

બોલચાલમાં હવે પછી પૂછાશે-યાર, તે કઇ રસી લીધી…? અચ્છા..એ કંપનીની..? ના મેં તો આ કંપનીની રસી લીધી છે…સરસ છે…કોઇ રિએકશન પણ થતો નથી…મેં તો વિડિયો પણ ઉતાર્યો છે રસી લેતી વખતે….! શું કહ્યું…? સેલ્ફી…? ના યાર…મેં બહુ કહ્યું નર્સને પણ સેલ્ફી ના લેવા દીધી..તેં લીધી.? .હેં…? તો વોટ્સએપ કરને…! ચલ..માવો ખઇ લઉં…!!

-દિનેશ રાજપૂત

 68 ,  1