ભારત-શ્રીલંકા વન ડે શ્રેણીની નવી તારીખો જાહેર

બંને ટીમ વચ્ચે મેચ 13મી જુલાઇએ શરૂ થવાની હતી

ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે સીરિઝની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. બંને ટીમ વચ્ચે શ્રેણીની પહેલી મેચ 18મી જુલાઇના રમાશે જ્યારે બીજી મેચ 20મીએ અને અંતિમ મેચ 23મી જુલાઇએ રમવામાં આવશે.

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આજે તારીખોનું એલાન કરતાં કહ્યું કે ભારત અને શ્રીલંકા વચ્ચે આગામી વન ડે સીરિઝ 18મી જુલાઇએ શરૂ કરવામાં આવશે. નોંધનીય છે કે આ અગાઉ મેચ 13મી જુલાઇએ શરૂ થવાની હતી પરંતુ હવે તારીખોનું એલાન કરી દેવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, શ્રીલંકાની ટીમના બેટિંગ કોચ ગરૂવારે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. જોકે, હાલ શ્રીલંકાની ક્રિકેટ બોર્ડે તમામ ખેલાડીના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યાની જાણકારી આપી છે.

 21 ,  2