નવા રાજ્યપાલે સંસ્કૃતમાં શપથ ગ્રહણ કર્યા..

ગુજરાત ના રાજ્યપાલ પદે નવા વરાયેલા માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સંસ્કૃતમાં શપથ ગ્રહણ કર્યા છે.

ગુજરાત વડી અદાલતનાં કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ એ તેમને રાજભવન ખાતે શપથ લેવડાવ્યા તે વખતે વિદાય લઇ રહેલા રાજ્યપાલ ઓ પી કોહલી ,મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિધાન સભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને રાજ્ય મંત્રી મંડળનાં મંત્રીઓ ધારાસભ્યો રાજ્ય પાલનાં પરિવાર જનો વરિષ્ઠ સચિવો આમંત્રિતો તેમજ અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા.મુખ્ય સચિવ ડો જે એન સિંહે રાષ્ટ્રપતિ દ્વારા જારી કરાયેલા રાજ્યપાલ નિમણુંક પત્ર નું વાંચન તેમજ શપથ વિધિનું સંચાલન કર્યું હતું.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી