તમારું લગ્નજીવન આનંદદાયી બનાવવું છે ? તો જોડાઈ જાવ…

લગ્નએ દાંપત્યજીવન માટે પ્લેટિનીયમ પિરિયડ કહી શકીએ, લગ્નનો વિચાર આવે કેવી લાગણી થાય છે? બે જણા સાથે મળીને ડીનર કરવું, પ્રિય વ્યક્તિની સાથે સુંદર મજાનું વેકેશન માણવું, મુવી ટિકીટ્સ પર વન પે વન -એ મૂળભૂત રીતે તો તમારી અને તમારી પત્નીની સુંદર જિંદગીનું નિરૂપણ કરે છે! પરંતુ કેટલીક પરિસ્થિતીમાં બને એક બીજા સાથે સમય પસાર કરવો એક સંધર્ષ બની જતો હોય છે. આ પરિસ્થિતિમાં ઉત્કટતા વધારતા અને આધુનિક દંપતીના શયનખંડમાં થતી વાતચીત નવી ગુજરાતી સિરીઝ “ડુ નોટ ડીસ્ટર્બ”માં લઇને આવે છે.

આ રોમેન્ટિક કોમેડી લગ્નની વાત કહે છે પરંતુ તે કીહોલ મારફતે કહેશે અને તેનું સ્ટ્રીમીંગ MX પ્લેયર પર 26 જુલાઇથી પ્રસારીત થશે. આ છ એપિસોડની સિરીઝ મૌલિક (મલ્હાર ઠાકર) અને મીરા (માનસી પારેખ ગોહીલ દ્વાર ભજવાયેલ) મૌલિકના માતાપિતા સાથે રહે છે. મૌલિક પાકો અમદાવાદી છોકરો છે જેને ફૂડ, પરંપરાને જાળવવી, મિત્રો સાથે રમવું, મિત્રો સથે પર્ટી કરવી, પોતાના માતપિતાને દરેક વાતમાં સાથે રાખવા અને પોતાની પ્રેમ કરવાનું ગમે છે. મીરા એ ગુજરાતી છોકરી છે અને હૃદયથી મુંબઇ ચી મુલગી છે. તેણી કાયમ પ્રગતિ કરતી, આધુનિક અને પોતાના પતિને અતિશય ચાહે છે.

ડુ નોટ ડીસ્ટર્બનું દિગ્દર્શન લવની ભવાઇના જાણીતા સંદીપ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે મિતાઇ શુક્લ, નેહલ બક્ષી દ્વારા લખવામાં આવ્યું છે. જેમાં પતિ અને પત્ની વચ્ચેની ગાઢ વાતચીત, મતભેદો અને પોતાના પ્રેમ માટે કરતા સમાધાનોનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી