નયે ભારત કી બુલંદ તસવીર, મંત્રીઓને ઠંડી ઠંડી હવા વિદ્યાર્થીઓ પરસેવે રેબ ઝેબ….!

આજે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ લોન્ચ કરી ભારતભરમાં વીડિયો કોન્ફરન્સ મારફતે ભાષણ કર્યું હતું.જેમાં રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં સ્પોર્ટર્સ ડેની ઉજવણી કરવામા આવી હતી. જેમાં રમત ગમત મંત્રી ઈશ્વર પટેલ હાજર રહ્યાં હતા.

ભાજપ સરકાર વિદ્યાર્થીઓનુ હિત ઇચ્છે છે તેની પૂરી સગવડાતાઓ આપે છે તેવી સેખી નેતાઓ જાહેરમા મારતા હોય છે. પરંતુ આ પ્રસંગે અલગ જ દ્રશ્યો કેમેરેામાં કેદ થયા હતા. જેમાં ખુદ મંત્રી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ સ્ટેજ પર મોંઘાદાટ કુલરની ઠંડી હવા લેતા લેતા મોદીને સાંભળ્યા હતા.

બીજી તરફ પરાણે બોલાવેલા વિદ્યાર્થીઓના નસીબમાં પંખાની હવા પણ નહોતી મળી. કાર્યક્રમમાં પંખા તો હતા પરંતુ તે બંધ હાલતમાં હતા. જેને લઇ વિદ્યાર્થીઓ આવી ગરમીના પ્રકોપમાં મુશ્કેલીમા મુકાયા હતા અને પોતાના હાથમાં કાગળ અને પુ્ઠા હતા તેનાથી હવા ખાતા નજરે પડ્યા હતા.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી