અમદાવાદ : ‘હું માસ્ક પહેરવા વગર ઘર બહાર નહિં નીકળું…’ પોલીસ કમિશ્નરે લેવડાવ્યા શપથ, Video

કારોના અટકાવવા નવી પહેલ, પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે અધિકારીઓને લેવડાવ્યા શપથ

દેશમાં જ્યારથી કોરોના પ્રવેશ્યો છે ત્યારથી સરકાર લોકોને અપીલ કરી રહી છે કે ફરજિયાત માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું. જ્યાં સુધી રસી ન શોધાય ત્યાં સુધી સરકાર ગાઈડ લાઈનનું પાલન કરવા અપીલ કરી છે. એટલું જ નહીં નિયમોનું પાલન ન કરતા હોય તેવાં લોકો સામે સરકાર દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે પણ એક અનોખી પહેલ કરી છે.

અમદાવાદમાં બધા જ પોલીસ સ્ટેશનનાં પોલીસ અધિકારી અને કર્મચારીઓને ખાસ પ્રકારના શપથ લેવડાવવામાં આવ્યા છે. આ શપથમાં કેટલાક ચોક્કસ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

શહેર કમિશ્નરે પોલીસ કર્મચારીઓ પાસે શપથ લેવડાવ્યા કે, હું શપથ લવ છું કે, ”હું માસ્ક પહેરવા વગર ઘર બહાર નહિ નીકળું. હું દરેકથી ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર જાળવીશ. હું વારંવાર હાથ ધોઇશ કે સૅનેટાઇઝ કરતો રહીશ. હું મારા અને મારા સ્વજનોની રોગ પ્રતિકાર શક્તિ વધારવા આયુષની ઉપચચાર પદ્ધતિઓ અપનાવીશુ. હું યોગ વ્યામથી જીવનશૈલી સુધારીશ અને મારા પરિવાર સમાજના વડીલો બાળકોની બીમારોની વિશેષ કાળજી રાખીશ.

અમદાવાદના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે કમિશ્નર કચેરીમાં એડમીન JCP,ટ્રાફિક JCP, કંટ્રોલ રૂમ DCP સહિતના અધિકારી અને કર્મચારીઓને ફરજિયાત પણે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને કોવિડ-19ના અન્ય નિયમોના પાલન માટે શપથ લેવડાવ્યાં હતાં. તે ઉપરાંત સાબુ કે સેનેટાઈઝરનો ફરજિયાત ઉપયોગ કરવા તથા રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે પણ અધિકારીઓને અવગત કરવામાં આવ્યાં હતાં.

 61 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર