દાઉદને હંફારનાર, લતીફ ગેંગનો ખાત્મો બોલાવનાર પૂર્વ DGPનો નવો લુક બન્યો ચર્ચાનો વિષય

ડોન દાઉદ અને લતીફ જેવા ગુનેગારો જેમના નામથી ધ્રૂજતા તેવા નિવૃત્ત DGP એ.કે સૂરોલિયાનો નવો લુક પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો

ગુજરાતમાં પોતાનું સામ્રાજ્ય ઉભું કરવાનું ડોન દાઉદ ઈબ્રાહિમનું સપનું નકામા કરનાર તેમજ લતીફ નું એન્કાઉન્ટર કરનાર ગુજરાતના પૂર્વ ડીજીપી ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જેનું કારણ છે તેમનો નવો લુક..નિવૃત્ત DGP એ.કે સૂરોલિયાનો નવો લુક પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. લાંબા વાળ અને દાઢીધારી DGP એ.કે. સૂરોલિયાને પહેલી નજરે તો ઘણા પોલીસકર્મીઓ ઓળખી પણ શક્યા નથી. એ.કે.સૂરોલિયા અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સંયુકત પોલીસ કમિશનર હતા ત્યારે તેમણે 1997 માં તરુણ બારોટ સહિતના અધિકારીઓ સાથે મળીને ડોન લતીફને એન્કાઉન્ટમાં ઠાર માર્યો હતો. ત્યારબાદ તેમની તે જ ટીમે 1998માં દાઉદ ગેંગના શાર્પ શૂટર શિરિષ પવાર સહિત 6 માણસોને એન્કાઉન્ટમાં ઠાર માર્યા હતા.

અમદાવાદના ૧૯૯૩માં ફાટી નીકળેલા તોફાનો કાબુમાં લેવામાં તથા અબ્દુલ લતીફ ગેંગનો ખાત્મો બોલાવવામાં સુરોલિયાએ મહત્વની ભુમિકા ભજવી હતી. રાજકીય પીઠબળ ધરાવતો લતીફ તે સમયે વધુ મજબુત બન્યો હતો. લતીફે અનેક યુવકોને રોજગારી આપતા તેઓ લતીફ ગંગમાં જોડાયા હતા. જોકે સુરોલિયા અને તેમની ટીમે લતીફના નેટવર્કનો સફાયો બોલાવી દીધો હતો.

પૂર્વ ડીજીપી પર ‘રઈશ’ નામની એક ફિલ્મ પણ બની હતી. ફિલ્મમાં શાહરુખ ખાને ડોન લતીફનો રોલ કર્યો હતો. જ્યારે લતીફના એન્કાઉન્ટરમાં સામેલ સુપર કોપ એ કે સૂરોલિયાનો રોલ નવાઝુદ્દીન સિદ્દીકી કર્યો હતો.

અંડરવર્લ્ડ ડોન દાઉદ ગુજરાતમાં પોતાનું નેટવર્ક ઊભું કરી શક્યો નહીં તો એના માટેનું શ્રેય એ.કે. સૂરોલિયાને મળે છે, સાથે જ લતીફ નામનું દૂષણ પણ અમદાવાદમાંથી દૂર કરવામાં એ.કે. સૂરોલિયાનો મોટો ફાળો હતો. જોકે લાંબા સમય સુધી ગુજરાત એટીએસનું સુકાન સંભાળી ચૂકેલા એ.કે સૂરોલિયા હાલ પોતાનો મોટા ભાગનો સમય વાંચનમાં વિતાવી રહ્યા છે અને મનગમતી પ્રવૃત્તિ કરી રહ્યા છે. એ.કે. સૂરોલિયા જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા ત્યારે માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ ગુજરાતના ગુનેગારો પણ તેમના નામથી ધ્રૂજતા હતા.

 171 ,  1