પંજાબમાં મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની સરકારનો નવો આદેશ

શાળામાં પંજાબી ભાષા ફરજીયાત, નિયમનું ઉલ્લંઘન કરવા બદલ 2 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારાશે

પંજાબમાં મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીની સરકારે નવો આદેશ બહાર પાડ્યો છે. જે પ્રમાણે હવે રાજ્યની તમામ સ્કૂલોમાં પહેલા ધોરણથી લઈને 10મા ધોરણ સુધી પંજાબી ભાષાનો વિષય ફરજિયાત કરવામાં આવ્યો છે.ચન્નીએ કહ્યુ હતુ કે, જો કોઈ સ્કૂલ આ આદેશનુ પાલન નહીં કરે અ્ને પંજાબી વિષય નહીં ભણાવે તો તેને બે લાખ રુપિયાનો દંડ કરવામાં આવશે.

સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, રાજ્યમાં જેટલી પણ જગ્યાએ રસ્તો દર્શાવનારા તેમજ તમામ પ્રકારના બોર્ડ પર પંજાબીમાં લખવુ ફરજિયાત રહેશે.ઓફિસોમાં પણ પંજાબી ભાષા ફરજિયાત કરવામાં આવી છે.

પંજાબમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને તેને ધ્યાનમાં રાખીને ચન્નીની સરકાર એક પછી એક નિર્ણયો લઈ રહી છે.જોકે કેટલાક નિર્ણયોને લઈને સરકારે બેકફૂટ પર પણ આવવુ પડ્યુ છે.બીજી તરફ નવજોત સિંહ સિધ્ધુએ પોતાની જ પાર્ટી અને સરકાર પર હુમલા કરવાનુ પણ ચાલુ રાખ્યુ છે.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી