September 19, 2020
September 19, 2020

સુરતમાં હવે બદમાશોની ખેર નહીં..! નવા પોલીસ કમિશનર એક્શન મોડમાં : 2 હજારથી વધુ આરોપીઓ જેલ ભેગા

અસામાજીક તત્વો અને ગુનેગારો સામે સ્પેશિયલ ઝુંબેશ, લાપતા 82 બાળકો શોધી કાઢ્યા

સુરતમાં ગુનો આચરતા બદમાશોની હવે ખેર નથી, બદમાશો તેમજ અસામાજિક તત્વોને સબક શીખવાડવા નવનિયુક્ત કમિશનરે કમર કસી લીધી છે. સુરતના નવા કમિશનર અજય તોમરે ચાર્જ સંભાળ્યો ત્યારથી એક્શન મોડમાં છે. અસામાજીક તત્વો અને ગુનેગારો સામે સ્પેશિયલ ઝુંબેશ ચલાવી અત્યાર સુધીમાં બે હજારથી વધુ ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

નવા પોલીસ કમિશ્નરે ચાર્જ લીધા બાદ સુરત શહેર પોલીસે ગણતરીના દિવસોમાં જ ઢગલા બંધ  દારૂ જુગારના અડ્ડા પર, બુટલેગરો, જુગાર ક્લબ ચલાવનારાઓ તથા માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરી 2009 આરોપીઓની ધરપકડ કરી હતી. સાથે સાથે માત્ર 15 જ દિવસમાં પોલીસ દ્વારા દોઢ કરોડનો મદ્દા માલ જપ્ત કરીને 1412 કેસો કર્યા છે.

પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી અસામાજીક તત્વો અને ગુનેગારો સામે સ્પેશિયલ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. દારૂના ગુનામાં કુલ 1286 કેસમાં 1308 આરોપીઓની 68.24 લાખ સાથે ઝડપાયા છે. લિસ્ટેટ બૂટલેગર પંકજ ધનસુખભાઈ રાણા સામે કુલ 3 કેસ અને કલ્પના જીતુભાઈ પટેલની સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે જુગારના ગુનામાં કુલ 126 કેસમાં 701 આરોપીઓની 73. 64 લાખ સાથે ઝડપાયા છે.

પોલીસની આ કાર્યવાહી દરમિયાન નાસતા ફરતા 11 જેટલા આરોપીને પણ શોધી કાઢવામાં આવ્યા છે. આ સાથે 34 આરોપીને પાસામાં ધકેલ્યા છે. હદપારી દરખાસ્તના 18 અને હદપારી ભંગના 146 કેસ કર્યા છે. જ્યારે અલગ અલગ કલમો હેઠળ કુલ 1067 આરોપીઓની અટક કરવામાં આવી છે.

માત્ર 15 દિવસમાં પોલીસે ગુમ થયેલા 82 બાળકો શોધી કાઢ્યા

માત્ર પંદર દિવસની અંદર સુરત પોલીસે ગુમ થયેલા 82 બાળકોને શોધી કાઢે છે. પોલીસ કમિશનરે જણાવ્યું કે છેલ્લા 15 વર્ષમાં 650 થી વધુ બાળકો ગુમ થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. આ માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી.જેમાં સુરત પોલીસે 12 દિવસ દરમિયાન સઘન તપાસ કરતા 82 ગુમ થયેલા બાળકો મળી આવ્યા છે.

2 કોલ સેન્ટર, 1 ઓનલાઈન જુગારધામનો પર્દાફાશ

સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાંથી ગેરકાયદેસર કોલ સેન્ટરમાંથી 19ની આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મુખ્ય આરોપી વિકી અને તેની બહેન વોન્ટેડ છે. બંને ભાઈ બહેન શેરબજારમાં રોકાણ કરવાને બહાને કરોડોની ઠગાઇ કરી હતી. તો બીજી તરફ ગત 18મીના રોજ પાલ ખાતે મોનાર્ક આર્કેડમાંથી ઓનલાઈન જુગાર ઝડપી પાડવામાં આવ્યું છે અને 13 આરોપીની ધરપકડ કરાઈ છે.

જ્યારે રાંદેરમાંથી એમડી ડ્ર્ગ્સ વેચતા દંપતીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે 20 ઓગસ્ટના રોજ અડાજણ વિસ્તારમાં ચાલતા અન્ય એક કોલ સેન્ટરમાંથી 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

કેટલીક ગેંગ સામે કડક કાર્યવાહી

પોલીસ કમિશનર અજય તોમરે વધુ વિગતો આપતા જણાવ્યુ હતુ કે, સુરત શહેરમાં કેટલીક ગેંગ સક્રિય છે, જે લોકોને ધાક ધમકીઓ આપીને રૂપિયા પડાવવાની સાથે મિલકતો પણ પચાવવા માટેની ગેરકાયદે પ્રવૃતિ કરી છે. આવી તમાંમ ગેંગ સામે કડક કાર્યવાહી શરૂ કવરામાં આવી છે. જેના ભાગ રૂપે સલાબતપુરા અને મહિધરપુરા વિસ્તારમાં આંતક મચવનાર આસિફ ટામેટા ગેંગના મુખ્યસુત્રધાર આસિફ ટામેટા તથા તેના સાગરિતોની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે વિપુલ ગાજીપુરા ગેંગના સાગરિતોની પણ ધરપકડ કરવામાં આવી છે. 

 111 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર