કાર્યભાર સંભાળતા જ એક્શનમાં નવા રેલવે મંત્રી, સ્ટાફને લઈને લીધો મોટો નિર્ણય

 કાર્યભાર સાંભળતાની સાથે જ આ મંત્રીએ મોટો નિર્ણય લીધો

નરેન્દ્ર મોદી સરકારમાં નવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે પોતાનો કાર્યભાર સંભાળ્યો. કાર્યભાર સંભાળતા જ રેલવે મંત્રીએ સૌથી પહેલા પોતાના સ્ટાફનો કામ કરવાનો સમય બદલી નાખ્યો. મળતી માહિતી મુજબ રેલવે મંત્રીનો સ્ટાફ હવે 2 શિફ્ટમાં કામ કરશે. આ સ્ટાફ સવારે 7 વાગ્યાથી લઈને રાતે 12 વાગ્યા સુધી કામ કરશે. 

રેલવે મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે હાલ આ આદેશ ફક્ત રેલવે મંત્રીના કાર્યાલયના અધિકારીઓ અને કર્મચારીઓ માટે છે. જો કે આગળ તેનો વિસ્તાર થઈ શકે છે. અત્રે જણાવવાનું કે પૂર્વ નોકરશાહ અશ્વિની વૈષ્ણવે બુધવારે મંત્રી પદના શપથ લીધા હતા. તેમને રેલવે મંત્રાલયની સાથે સાથે Information and Technology ની પણ જવાબદારી અપાઈ છે. 

ખાનગી અખબારના અહેવાલ અનુસાર રલવે મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ નિર્ણય રેલવે મંત્રીના કાર્યાલયના અધિકારીઓ માટે લેવામાં આવ્યો છે. જો કે આગળ આ નિર્ણયનું વિસ્તરણ થઇ શકે છે. તમને જણાવી દઈએ કે અશ્નિની વૈષ્ણવ આઈએએસ ઓફિસર (IAS Officer) રહી ચૂક્યા છે. મોદી સરકારની આ નવી ટીમમાં તેમને આઈટી ખાતા (Information and Technology)ની જવાબદારી પણ સોંપવામાં આવી છે.

 71 ,  1