વડોદરા ગેંગરેપ કેસમાં નવો ખુલાસો, આપઘાત નહીં હત્યા ?

મોત પહેલા યુવતીના આખરી શબ્દો – I KIDNAPPED, PL SAVE ME…

‘મારું અપહરણ થયું છે, તેમનો ઈરાદો મને જાનથી મારી નાખવાનો….’

વડોદરામાં નવસારીની યુવતી સાથે થયેલા સામૂહિક દુષ્કર્મ કેસમાં મોટો ખુલાસો થયો છે. ગેંગરેપનો ભોગ બનેલી યુવતીએ આપઘાત નહોતો કર્યો પરંતુ હત્યા કરાઈ હોવાની શક્યતા છે. સામુહિક દુષ્કર્મ બાદ યુવતીએ આપઘાત કરી લીધો હોવાનું મનાઇ રહ્યું હતું પરંતુ યુવતીએ આત્મહત્યા નહીં પરંતુ વ્યવસ્થિત રીતે મર્ડર કરાયું હોવાની શક્યતાઓ છે. આ ઘટનાને 17 દિવસ થવા આવ્યા છે, ત્યારે પોલીસ ચોતરફ તપાસ કરી રહી છે. તેવામાં હવે યુવતીના દુષ્કર્મ કેસમાં નવો ખુલાસો થયો છે. યુવતીએ કરેલા છેલ્લો મેસેજ યુવતીની હત્યા થઇ હોવાનું સ્પષ્ટપણે દર્શાવે છે.

યુવતીએ છેલ્લે કરેલો એક મેસેજ સામે આવ્યો છે. આ મેસેજને જોતા યુવતીએ આત્મહત્યા નહીં પરંતુ હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચાલુ ટ્રેનના વોશરૂમમાંથી યુવતીએ રાત્રે 11.30 વાગ્યે મેસેજ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, મારું કિડનેપ થયું છે, મને મારી નાંખશે, પ્લીઝ બચાવી લો. ગત 3 નવેમ્બરની રાતે ગુજરાત ક્વીન ટ્રેનમાં મહારાષ્ટ્ર જતી વખતે યુવતીનો નવસારીથી કેટલાક લોકો પીછો કરી રહ્યા હતા. આ લોકોએ પોતાને કિડનેપ કરી લીધાની અને માંડ-માંડ ફોન મેળવીને વોશરૂમમાંથી આ વોટ્સએપ મેસેજ યુવતીએ એક વ્યક્તિને મોકલ્યો હતો મેસેજનો સમય પણ 3 નવેમ્બરની રાતના 11.31નો હોવાનો અને બ્લૂ ટીક થયાનું જોઈ શકાય છે.

યુવતીએ પોતાને બચાવી લે તેવો એક મેસેજ સંજીવભાઈ નામની વ્યક્તિને સંબોધીને કર્યો હતો. આ મેસેજની શરૂઆતમાં જ તેણે સોરી સંજીવભાઈ લખ્યું હતું અને મને બચાવી લો તેવી વાત કરી હતી. ત્યારે યુવતીનો આ મેસેજ એ દિશામાં વિચારતા કરે છે કે શા માટે યુવતીએ સંજીયભાઈ નામની વ્યક્તિને સોરી કહેવું પડ્યું? એવું શું થયું હશે કે તેને બચાવવા માટેનો મેસેજ પણ સંજીવભાઈને કર્યો. આ સંજીવભાઈ કોણ છે? તેની સંસ્થા સાથે જોડાયેલા છે? અનેક સવાલો આ મેસેજ પછી ઊભા થયા છે.

નોંધનિય છે કે, પોલીસ હજી સુધી આરોપી સુધી પહોંચી નથી. પરંતુ આ કેસમાં રોજ નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યાં છે. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ સહિતની 25થી વધુ પોલીસની ટીમો નરાધમને શોધવામાં લાગી હતી પરંતુ 17 દિવસ વિતવા છતાં હજી સુધી પોલીસના હાથ ખાલી દેખાઈ રહ્યા છે. પરંતુ યુવતી સાથે દુષ્કર્મ કરનાર તેનાથી પરિચિત હોય તેવુ લાગી રહ્યું છે, તેથી પોલીસ યુવતીની આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી રહી છે.

યુવતીએ કરેલો છેલ્લા મેસેજ…

રાત્રે 11.31 વાગ્યે કરેલા વ્હોટ્સએપ મેસેજમાં યુવતીએ લખ્યું છે કે “Sorry Sanjivbhai, Pl save me. out for MHE work, he follow me from NVS. Want to kill anyhow. I cant call in train… get phone somehow… parents dont know anything. I Kidnapped. I am in washroom now Gonna kill Pl call waiting..” (સોરી સંજીવભાઈ, પ્લીઝ મને બચાવી લો. હું કામ માટે મહારાષ્ટ્ર જતી હતી, તેઓ મારો નવસારીથી પીછો કરી રહ્યા છે. તેમનો ઈરાદો ગમે તે રીતે મને જાનથી મારી નાખવાનો છે. હું ટ્રેનમાં છું એટલે કોલ નથી કરી શકતી.. જેમ-તેમ કરીને મારો ફોન મેળવ્યો છે… મારાં માતા-પિતા તો કશું જાણતાં જ નથી. મારું અપહરણ થયું છે. હું અત્યારે વોશરૂમમમાં છું અને તે લોકો મને મારી નાખશે. પ્લીઝ કોલ કરશો… રાહ જોઉં છું..)

યુવતીને આરોપીઓએ ચપ્પુનો ઘા માર્યો હોવાનો ખુલાસો

વડોદરામાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ મામલે સામે આવ્યું છે કે, દુષ્કર્મથી બચવા પ્રતિકાર કરતા આરોપીઓએ યુવતીને ચપ્પુનો ઘા માર્યો હતો. દુષ્કર્મ બાદ યુવતીએ તેના આપવીતી પોતાની ડાયરીમાં નોંધી હતી. જો કે પોલીસ તપાસમાં સામે આવ્યું કે યુવતીની ડાયરીમાંથી છેલ્લું પાનુ ફાડી નાખવામાં આવ્યું હતું. ડાયરીના ફાડી નાખવામાં આવેલા પાનાની પોલીસને ઝેરોક્ષ મળી છે. OASIS સંસ્થાની મેનેજિંગ ટ્રસ્ટી પ્રીતિ નાયરે પોલીસને ઝેરોક્ષ આપી છે. સંસ્થાને અગાઉથી જ યુવતી સાથે દુષ્કર્મ થયાની જાણ હતી. જો સંસ્થાએ પોલીસને જાણ કરી હોત તો યુવતીનો જીવ બચી શક્યો હોત. ત્યારે ઓએસીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

દુષ્કર્મ પાસેની જગ્યાથી 54 રીક્ષાચાલકોની પૂછપરછ શરૂ

આ સાથે જ યુવતી સાથે થયેલા સામુહિક બળાત્કાર સમયે આસપાસથી મોબાઈલ લોકેશન મળનારાની પોલીસે પૂછપરછ શરૂ કરી છે. પોલીસે વેક્સિન ગ્રાઉન્ડ પર દુષ્કર્મના બનાવ સમયે ત્યાં હાજર 54 જેટલા રિક્ષાચાલકોની ઓળખ કરી છે. અત્યાર સુધી પોલીસ 250થી વધુ રિક્ષાચાલકોની પૂછપરછ કરી ચૂકી છે, પરંતુ પોલીસને હજી સુધી કંઈ હાથ લાગ્યુ નથી. સાથે જ યુવતીની ડાયરીમાંથી ગાયબ થયેલા છેલ્લા પેજનો ફોટો મોબાઈલમાંથી મળતા ફોટો અને મોબાઈલ એફ.એસ.એલમાં મોકલાયા છે

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી