વડોદરા દુષ્કર્મ મામલે નવો ઘટસ્ફોટ, કુખ્યાત બુટલેગરનું નામ આવ્યું સામે

આરોપી અશોક જૈને ગૃહમંત્રી-પોલીસને કરી અરજી

વડોદરામાં યુવતીએ સીએ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી સામે કરેલા રેપ કેસમાં નવો વળાંક આવ્યો છે. રેપ કેસમાં આરોપી અશોક જૈને ગૃહ રાજ્યમંત્રી, ડીજીપી, પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર અને ગોત્રી PI ને  પત્ર લખી અરજી કરી છે. જેમાં તેમણે આરોપ કર્યો છે કે આરોપીઓએ બદનામ કરીને પૈસા પડાવવા માટે બુટલેગર અલ્પુ સિંધીએ ષડયંત્ર કર્યું છે. બુટલેગર અલ્પુ સિંધીએ યુવતીને મારી હોવાનો પણ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યા છે. સાથે જ એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અલ્પુ સિંધીએ જ યુવતીને ખોટી ફરિયાદ કરવા માટે દબાણ કર્યું છે. યુવતીના બેંક ખાતામાંથી લાખોની શંકાસ્પદ એન્ટ્રી મળી આવતા કેસ પર અનેક સવાલો ઉઠ્યા છે.

વડોદરાના દિવાળીપુરામાં રહેતી અને મુળ હરિયાણાના રોહતકમાં રહેતી યુવતી શહેરની ખાનગી યુનિવર્સીટીમાં એલએલબીનો અભ્યાસ કરે છે અને તેણે ગોત્રી પોલીસમાં અશોક જૈન તેમજ પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની ફરિયાદ કરી છે. ફરિયાદમાં યુવતીએ જમાવ્યું હતું કે, સીએ પાસે લાયઝનિંગની ટ્રેનિંગ લેવા ગઇ ત્યારે અલગ અલગ દિવસે સીએ અને તેના ઇન્વેસ્ટર પાવાગઢ મંદિરના ટ્રસ્ટીએ યુવતી સાથે બળજબરીથી દુષ્કર્મ કરી તેના ન્યૂડ ફોટા યુવતીના મિત્રને મોકલી દઇને વાઇરલ કર્યાં હતા. પોલીસે બંને સામે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવતીને કેફીપદાર્થમાં ઠંડુ પીણું પીવડાવી અડપલાં કર્યાં હોવાનો પણ આરોપ યુવતીએ લગાવ્યો હતો.

પીડિતાએ કહ્યું છે કે,મારા બોસ અશોક જૈને મારા પર બળાત્કાર ગુજાર્યો પછી જતાં જતાં ક્લાયન્ટ રાજુ ભટ્ટને ખુશ કરવાનું  કહીને ગયા હતા. બીજા દિવસે મારા ફ્લેટમાં રાજુ  ભટ્ટ આવ્યા હતા. રાજુ  ભટ્ટે મને ચા-પાણી મળશે ? તેમ પૂછતાં મેં ના પાડી હતી.  તેણે મને પકડી લીધી હતી અને કહ્યું હતું કે, બોલ હા કે ના ?  મેં ના પાડી હતી.રાજુ ભટ્ટે ધક્કો મારી મને બેડરૂમમાં ધકેલી હતી. ભાગવાનો પ્રયાસ કરતાં તેમણે મારા પર ટીવી ફેંક્યું હતું જેથી મને પગે ઇજા થઇ હતી. ત્યારબાદ તેમણે મારા પર બળાત્કાર ગુજાર્યો હતો. તેણે મને પકડી રાખી કહ્યું હતું કે, તું કાંઇ કરીશ તો મેં રેકોર્ડિંગ કર્યું છે તે વાયરલ કરીને બદનામ કરી દઇશ.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી