નયા દૌર.. નયા ભારત… નયી ટીમ.. સબકુછ નયા નયા..!

નવી ટીમે કામ શરૂ કરી દીધુ છે, 2024 દૂર નથી..

પડતા મૂકાયેલાઓમાં એકલા બાબુલે બળાપો કાઢ્યો..

મિશન 2024-અબ કી બાર ચારસો કે પાર…

મહિલા સશક્તિકરણ-પહલી બાર 11 મહિલા મંત્રીઓ…

નવા મંત્રીઓએ, 400 માટે યું કી.. પરસેવો પાડવો પડશે..

તેને કદાજ એક સંયોગ કે યોગાનુયોગ જ કહી શકાય કે જે દિવસે કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં ફેરફારો થયા , જે દિવસે 43 મંત્રીઓની શપથવિધિ થઇ એ જ દિવસે નયા દૌર સહિત અનેક ફિલ્મોના બેતાજ બાદશાહ દિલીપકુમારનું અવસાન થયું હતું. અલબત શપથવિધિની કારીખ અગાઉથી નક્કી હતી તેથી તે એક સંયોગ જ કહી શકાય. તેમ છતાં મિડિયામાં બન્નેને યોગ્ય સ્થાન અને કવરેજ મળ્યું.

યુપી, ગુજરાત સહિત 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે અને ફરીથી એ રાજ્યો જીતવાની ચૂંટણી રણનીતિના ભાગરૂપે કેન્દ્રીય મંત્રીમંડળમાં યુપીમાંથી વધારે લેવાયા તો ગુજરાતમાં પરસોત્ત્મ રૂપાલા અને મનસુખ માંડવિયાને બઢતી આપીને 3 નવા સાંસદોનો નંબર લાગ્યો જેમાં એક મહિલા દર્શના જરદોષ પણ છે. મંત્રીમંડળમાં મહિલા સશક્તિકરણની સંખ્યા 77ના કુવ મંત્રીમંડળમાં 11ની થઇ છે. 7 જુલાઇના રોજ થયેલી શપથવિધિમાં 7 મહિલાઓની પણ શપથવિધિ યોજાઇ હતી.

નવા મંત્રીઓમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને સિરપાવ મળ્યો છે. મધ્યપ્રદેશમાં ભાજપને સત્તા અપાવવા બદલ કેબિનેટ મંત્રીપદ. રાહુલ ગાંધીએ ટોણો માર્યો હતો કે સિંધિયાને મંત્રી નહીં બનાવવામાં આવે…પણ ભાજપે રાહુલને ખોટા પાડવા સિંધિયાને લીધા તો આસામમાં જેમને ફરી સીએમ ના બનાવાય તે સર્વાનંદ સોનોવાલનો પણ નંબર લાગ્યો. આસામથી દિલ્હી…!
મીનાક્ષી લેખીએ ખૂબ રાહ જોતી હતી અને સરકારનો સારો બચાવ ટીવી મિડિયામાં કરતી હતી. છેવટે મંત્રીપદ. મહિલા મંત્રીઓમાં જેમની ઉંચાઇ સંભવતઃ સૌથી વધારે છે એ અનુપ્રિયા પટેલ યુપીમાં નારાજ ચાલતા હતા. તેઓ ભાજપના નથી પણ અપના દલ પક્ષના છે. છેવટે ભાજપે અપના દલ કો ભી અપના લિયા..!

મંત્રીમંડળમાં સૌથી યુવાન મંત્રીનું નામ છે નિશિથ પ્રમાણિક. ઉંમર 36 વર્ષ. બંગાળના છે. તેમને ગૃહરાજ્યમંત્રી બનાવ્યા છે. મંત્રીઓના ખાતામાં પણ ફેરફારો કરીને ભાજપે એક નવી ટીમ નયા ભારત માટે આપી છે. ઘણાં મંત્રીઓ પીએચડી ભણેલા છે, એલએલબી છે, કોઉ વિદેશની હાર્વર્ડ યુનિ.માં ભણેલા છે. કુલ મિલા કે દેશને એક એવી નવી ટીમ મળી છે કે નયા ખૂન હૈ…નયી ઉમંગે..અબ હૈ નયી જવાની …ટીમમોદીમાં મોટા ભાગના યુવાન છે. અને તેમની પાસેથી ભાજપ સહિત સમગ્ર દેશને પણ એવી આશા છે કે નવી ટીમ…નયા ભારત કો આગે બઢાને મેં…યું કી પસાીના બહા દેંગે….!!

અને તેમણે એ કામગીરી અને પોતાની કાર્યકુશળતા પૂરવાર કરી બતાવવી જ પડશે નહીંતર જેમ કદાવર અને નજીક મનાતા ભોળા મનના ભોળા સ્વભાવના તથા રાજકપૂરની જેમ મૈં ક્યા કરૂ મેરા ચહેરા હી કુછ ઐસા હૈ…જેવા રવિશંકર પ્રસાદ…અને મરાઠી નેતા પ્રકાશ જાવડેકરને મંત્રીપદ છોડીને સંગઠનની જવાબદારી સોંપવામાં આવી તેમ નવી ટીમમાંથી એક બે વર્ષ પછી એવુ ના થાય તો સારૂ. 12 મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યાં તેમાંથી બાબુલ સુપ્રિયોને એટલુ લાગી આવ્યું કે ફેસબુક પર બળાપો કાઢ્યો- મને ના કહેવાની રીત બરાબર નહેોતી…ઐસા કહીં હોતા હૈ ક્યા..? તેમને એવો જવાબ અપાયો કે પ્રેમથી ના પાડવામાં આવી…હકાલપટ્ટી તો થઇ નથી ને…? બાબુલે બંગાળમાં સંસદસભ્ય હોવા છતાં પક્ષના કહેવાથી વિધાનસભાની ચૂંટણી લડી..હારી ગયા અને હાર્યા બાદ ધારાસભ્યપદ ગયું… તો મંત્રીપદ પણ…! બાબુલે કુંદનલાલ સહગલનું પેલુ ગીત ગુનગુનાના ચાહિયે- બાબુલ મોરા….નૈહર છૂટો જાય….નૈહરની જગ્યાએ મંત્રીપદ મૂકીએ તો બાબુલ મોરા…મંત્રીપદ છૂટ્યો જાય…ચલ મન બંગભૂમિ…..!

રાજકારણની ખૂબી છે. મંત્રીપદ મળવાનું હોય ત્યારે તો સુટેડ-બુટેડ અને મોર બની થનગનાટ કરે…ની જેમ ક્યારે શપથવિધિ થાય અને મંત્રીનું લેબલ લાગે…પણ રાજીનામુ આપવાનું કહેવામાં આવે ત્યારે…? નો..નો..ધીસ ઇઝ નોટ એ પ્રોપર વે ટુ સે મી “નો”…!1 રાજીનામુ આપવામાં પ્રકાશ જાવડેકર અને રવિશંકરપ્રસાદે કોઇ ચૂં કે ચા કરી…? કોઇ પ્રતિક્રિયા આપી…? સરકારમાં નહીં તો સંગઠનમાં…! કામ જ કરવાનુ છે ને…અને પાર્ટીને એવા ગમે જ. એટલે રવિ-પ્રકાશ હવે પાર્ટીમાં રવિનો પ્રકાશ અજવાળશે..!

2024 દૂર નથી. આ યુપી અને ગુજરાત, ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ વગેરેની ચૂંટણીઓ પતી ના પતી અને લોકસભાની તૈયારીઓ…સમય જતાં ક્યાં વાર લાગે છે એટલે ભાજપે સરકારને બે વર્ષ પૂરા થયા પછી મંત્રીમંડળમાં ધરખમ ફેરફારો કર્યા, વિધાનસભાની ચૂંટણીઓ પછી કદાજ વધુ એક રાઉન્ડ અને 2023 લાગ્યુ કે લોકસભાની 543 બેઠકોનું આકલન ટીવી મિડિયામાં શરૂ…! અબ કી બાર 400 કે પાર…એમ ટીવી મિડિયા કહી શકે. અને એ 400 બેઠકો માટે 77 મંત્રીઓની ફોજે જબરજસ્ત ચૂંટણી રણનીતિ ઘડવી પડશે. લોકસભાની ચૂંટણીમાં બંગાળની 42 બેઠકો માટે કેવો માહોલ જામશે…? શું ફરી ખેલા હોબે….?77નું મંત્રીમંડળ છે અને યોગાનુયોગ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. આ વખતે કેટલી મળશે તેનો કોઇ દાવો કોઇ કોંગ્રેસી કરી શકે તેમ નથી. પણ 2024માં ભાજપને 2019માં મળેલી 303 કરતાં વધારે બેઠકો મળશે તે પાક્કુ છે..! કેમ કે નયા દૌર…નયી ટીમ…નયી ઉમંગે….સબકુછ નયા નયા…નયા જમના આયેંગા…!

 52 ,  1