નવી ટેકનોલોજીઃ જીપીએસ સીસ્ટમથી ટોલ ટેક્સ વસૂલાશે

હાઇવે ઓથોરીટીએ ટેન્ડરો બહાર પાડ્યા

દેશમાં હવે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે જીપીએસનો ઉપયોગ કરીને ટોલ ટેક્સ વસૂલવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ અંગેના ટેન્ડરો બહાર પાડી દેવામાં આવ્યાં છે. નવી જીપીએસ સીસ્ટમથી વાહનચાલકોને ફાયદો થશે.

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા-એનએચએઆઇ-એ આ નવી સિસ્ટમ ડેવલપ કરવા માટે ટેક્નિકલ સલાહકાર માટે ટેન્ડર મંગાવ્યા છે જે નેશનલ હાઇવેને સિસ્ટમ તૈયાર કરવામાં મદદ કરશે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સંસદના ગયા સત્રમાં જાહેરાત કરી હતી કે, આગામી એક વર્ષમાં હાલની ટોલ કલેક્શન સિસ્ટમ સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે, એટલે કે હાલના ટોલ પ્લાઝાને દૂર કરવામાં આવશે. તેની જગ્યાએ ટોલ કલેક્શન માટેની નવી સિસ્ટમ બનાવવામાં આવી રહી છે.

વર્તમાન ટોલ કલેક્શનની સિસ્ટમને ખતમ કરીને જીપીએસ દ્વારા ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. જે હેઠળ વાહન જેટલા કિલોમીટર સુધી હાઇવેનો ઉપયોગ કટશે તેટલા કિલોમીટર માટે જ ટોલટેક્સની વસુલાત કરવામાં આવશે. હાઇવે પર ચડવા અને ઉતરવાનું રેકોર્ડિંગ જીપીએસ દ્વારા નોંધવામાં આવશે.

એટલે કે વાહન ચાલક 40 કિલોમીટર સુધી જ હાઇવેનો ઉપયોગ કરે તો તેને ફક્ત 40 કિમિનો જ ટેક્સ ચૂકવવો પડશે. વર્તમાન વ્યવસ્થામાં પ્રત્યેક 60 કિલોમીટરે ટોલ પ્લાઝા છે અને વાહનચાલકોએ લઘુત્તમ 60 કિલોમીટર માટે ટોલ આપવો પડે છે.

 51 ,  1