September 21, 2020
September 21, 2020

અમેરિકાના ઇમિગ્રેશન-કસ્ટમ એન્ફોર્સમેન્ટનો નવો આદેશ, નવા વિદ્યાર્થીઓને હાલ અમેરિકામાં નહીં મળે પ્રવેશ

કોરોનાને કારણે અમેરિકાએ ઈમિગ્રેશનને લઈને અનેક નિર્ણયો લીધા છે. તેમજ તેણે અનેક વિદેશીઓને દેશમાંથી કાઢવાની તૈયારીઓ પણ કરી છે. ઉલ્લેખીય છે કે એચ1બી વિઝાને લઈને પણ તેણે નિર્ણય લીધો છે અને તેણે આ વિઝા રદ્દ કરવાનો નિર્ણય અનેક ભારતીયો માટે ચિંતાનો વિષય બન્યો હતો. ત્યારે અમેરિકાએ વિદ્યાર્થીઓને વધુ એક ઝટકો આપ્યો છે. હવે અમેરિકાના ઇમિગ્રેશન-કસ્ટમ એન્ફોર્સમેન્ટનો નવો આદેશ કર્યો છે. જેમાં તેમણે નવા વિદ્યાર્થીઓને અમેરિકામાં પ્રવેશ આપવાની મનાઈ ફરમાવી છે.

અમેરિકાના ઇમિગ્રેશન-કસ્ટમ એન્ફોર્સમેન્ટે નવો આદેશ કર્યો છે. જેમાં નવા વિદ્યાર્થીઓને હાલ અમેરિકામાં પ્રવેશ નહીં મળે. નવા વિદ્યાર્થીઓને અમેરિકા આવવાની મંજૂરી નહી મળે. 9 માર્ચે 2020 પછી એડમિશન લેનારને અમેરિકામાં પ્રવેશ નહીં આપવામાં આવે. અમેરિકામાં ઓનલાઇન કોર્સ શરૂ થયો હોવાથી વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે.         

એક રિપોર્ટ અનુસાર ઈમીગ્રેશન અને કસ્ટમ એનફોર્સમેન્ટનું કહેવું છે કે અમેરિકામાં સ્ટુડન્ટ વીઝા પર આ રીતે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે નહીં. આઈસીઈએ કહ્યું છે કે અમેરિકામાં ભણનારા વિદેશી વિદ્યાર્થીઓ જેમનો શાળાનો અભ્યાસ ફક્ત ઓનલાઈન થઈ રહ્યો છે તેમને દેશમાં પ્રવેશ માટે પ્રતિબંધિત ગણાવ્યા છે. આ સાથે જ તેઓએ અમેરિકા છોડીને જવું પડશે.ઉલ્લેખનીય છે કે અત્યારે 11 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ પાસે અમેરિકાના સક્રિય વિદ્યાર્થી વિઝા છે. ઈસીઈના આધારે એફ 1ના વિદ્યાર્થીઓ શૈક્ષણિક પાઠ્યક્રમ કાર્યમાં સામેલ થાય છે જ્યારે એમ -1 વિદ્યાર્થીઓ વોકેશનલ કોર્સવર્ક કરે છે.

 65 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર