હાહાકારઃ નવા વાઇરસથી જર્મનીમાં છેલ્લા ૨૪ કલાકમાં એક હજારના મોત…!!

જર્મનીમાં કોરોના કેસથી મૃત્યુઆંક ૩૨૧૦૭ પર પહોંચી ગયો..

જર્મનીમાં નવા સ્ટ્રેઇનના આગમન બાદ બુદવારે એક દિવસમાં ૧૦૦૦થી વધુ સંક્રમિતોના મોત નોંધાયા છે અને તેના પગલે લોકોમાં ભય અને હાહાકાર મચી ગયો હતો. કોરોનાના આગમન બાદ આ પહેલીવાર છે જયારે યુરોપના દેશ જર્મનીમાં એક જ દિવસમાં હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. … છે. જર્મનીમાં રોગચાળાના પ્રથમ મોજામાં પ્રમાણમાં ઓછો મૃત્યુ દર હતો. રોબર્ટ કોચ સંસ્થાના નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલએ બુધવારે માહિતી આપતા કહ્યું છે કે છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૨૯ કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

આના એક અઠવાડિયા પહેલા, એક જ દિવસમાં ૯૬૨ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.આ સાથે, જર્મનીમાં કોરોના કેસથી મૃત્યુઆંક ૩૨૧૦૭ પર પહોંચી ગયો છે, જયારે ૧૬.૯ લાખ લોકોને ચેપ લાગ્યો છે. જર્મનીમાં રોગચાળાના પ્રથમ મોજામાં પ્રમાણમાં ઓછો મૃત્યુ દર હતો, પરંતુ બીજી તરંગ તાજેતરના અઠવાડિયામાં ઘાતક નિવડી રહી છે.

કોરોના સંક્રમણ વધતાં જર્મનીમાં ફરી એકવાર કોરોના પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. શાળાઓ અને મોટાભાગની દુકાનો બંધ થતાં ૧૬ ડિસેમ્બરે વ્યાપક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, જે ત્યારબાદ વધારીને ૧૦ જાન્યુઆરી કરવામાં આવી છે.

 72 ,  1