ટેક્સપેયર્સ માટે આવી ગઈ નવી વેબસાઈટ : આવકવેરા વિભાગ..

આવકવેરા વિભાગ આજથી તેનું નવું ઈ-ફાઇલિંગ પોર્ટલ લોન્ચ કરવા જઇ રહ્યું છે

કોઈપણ દેશમાં પોતાના અલગ-અલગ હકો અને ફરજો અમલમાં જોવા મળે છે .ભારતમાં પણ અન્ય દેશોની જેમ જ પોતાના હકો અને પોતાની ફરજો રહેલી જોવા મળે છે .આપણે આપણા હકો તો ભોગવી લેતા હોઈએ છીએ ,પણ જ્યારે વાત આપણી ફરજોની આવે ત્યારે પીછે હઠ કરતા હોઈએ છીએ.આવી જ એક ફરજ છે – ટેક્સ ભરવાની જે બધા જ નાગરિકોની મૂળભૂત ફરજમાં આવે છે .

મળતી માહિતી મુજબ,આવકવેરા વિભાગ કરદાતાઓની સુવિધા માટે સોમવારે એટલે આજથી તેનું નવું ઈ-ફાઇલિંગ પોર્ટલ લોન્ચ કરવા જઇ રહ્યું છે. હવે ઇનકમ ટેક્સ રિટર્ન આઈટીઆર દાખલ કરવા સહિત બીજા તમામ જરૂરી કામ વિભાગના નવા પોર્ટલ www.incometax.gov.in પર સંચાલિત થશે. તેમા ઘણા ફિચર્સ હશે, જેનાથી કામમાં ઝડપ આવી શકશે. તેનાથી ઇનકમ ટેક્સ રિટર્નની તાત્કાલિક પ્રોસેસિંગ શરૂ થશે અને અને રિફંડની પ્રક્રિયા પણ ઝડપી બનશે.

વધુમાં ,સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સએ એક નિવેદન જારી કરતા જણાવ્યું કે, તેનું ઇનકમ ટેક્સનું નવું પોર્ટલ કાલથી લાઇવ થઇ જશે. જોકે ટેક્સ પેમેન્ટની નવી સિસ્ટમ અને તેની મોબાઇલ એપ એડવાન્સ ટેક્સ જમા કરવાની તારીખ પછી 18 જૂનથી એક્ટિવેટ થશે. જેથી કોઈ પણ કરવેરા ભરનારને કોઇ સમસ્યા ના થાય.

આ ઉપરાંત ,સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ એ જણાવ્યું કે, નવી વેબસાઇટનો ઉદ્દેશ કરદાતાઓને સુવિધાજનક અને મોડર્ન તકનીક ઉપલબ્ધ કરાવવાનો છે. આ નવા પોર્ટલ પર કરદાતા તાત્કાલિક ઇંકમ ટેક્સ રિટર્નની પ્રોસેસ કરી શકે છે. તેનાથી ટેક્સપેયર્સને રિફંડ જલ્દી જારી કરી શકાય છે.નવા ઈ-ફાઇલિંગ પોર્ટલમાં નવા સિંગલ ડેશબોર્ડ મળશે. . ડેશબોર્ડ આગળના ફોલો-અપ માટે બાકી રહેલા બધા અપલોડ્સ વગેરે બતાવશે.

હવે જોવાનું એ રહ્યું કે, આ નવી લોન્ચ થનારી વેબસાઈટ કેટલેક અંશે નાગરિકોનો સમય બચાવે છે અને તેમનું કામ કેટલા ધોરણે યોગ્ય રીતે થાય છે .

 39 ,  1