મેઢાસણ ગામે ચૌધરી સમાજના યુવાનોએ પારંપરિક પહેરવેશ પહેરીને કર્યા નવા વર્ષના વધામણાં

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મેઢાસણ ગામે ચૌધરી સમાજના યુવાનો દ્વારા અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરી હતી. કોરોના મહામારી વચ્ચે રાજ્ય સહિત સમગ્ર દેશમાંદિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં દિવાળીનું પર્વ વર્ષનાં અંતિમ દિવસે ઉજવવામાં આવે છે એક જ દેશમાં વર્ષોથી બે પંચાગ પ્રમાણે નવા વર્ષની ઉજવણી થાય છે. તે મુજબ ગુજરાતમાં દિવાળી પછી તુરત જ નવા વર્ષનો પ્રારંભ કારતક સુદ એકમથી થાય. આ પ્રસંગે ગુજરાત વાસીઓ કઈક અલગ જ રીતે નવા વર્ષના વધામણાં કરતા હોય છે. પરંતુ કોરોના મહામારીને કારણે લોકોએ ઘરે રહીને જ દિવાળી તેમ જ નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે.

ત્યારે મેઢાસણ ગામ ના ચૌધરી યુવાનો દ્વારા નવા વર્ષના દિવસે ચૌધરી પટેલોના પારંપરિક પહેરવેશ પહેરીને નવા વર્ષ ના વધામણાં કર્યા હતા. નવા વર્ષ માં આજની સંસ્કૃતિને જોતા જુના જે પણ રીતરિવાજો છે તેને લોકો ભૂલતા જતા હોય છે ત્યારે આ ગામના આ યુવાનોના આ કાર્યએ સંસ્કૃતિ અને સમાજ પ્રત્યેની જે લાગણી અને જે સન્માન છે તે ઉજાગર કર્યું છે તેને સલામ કરવાનું થાય…

નોંધનિય છે કે, કોરોના મહામારી વચ્ચે રાજયભરમાં નાગરિકોએ ભારે હર્ષોલ્સાસ અને ઉત્સાહ સાથે દિવાળી-બેસતાવર્ષ અને ભાઇબીજના તહેવારની ઉજવણી કરી હતી. લોકોએ ભારે ખુશીના માહોલ સાથે મીની વેકેશન જેવી ત્રણ-ચાર દિવસની રજાઓના માહોલમાં તહેવારની ઉજવણી કરી હતી. ઘેર-ઘેર દિવડા પ્રગટાવી, ઝળહળતી રોશની કરી લોકોએ જીવનમાં અનોખા ઝગમગાટ અને નવી ઉર્જા સાથે પર્વની ખુશીઓ સાથે ઉજવણી કરી હતી.

ખાસ કરીને મહિલાઓ, નાના બાળકોએ તહેવારોનો વિશેષ આનંદ માણ્યો હતો. લોકોએ એકબીજાને મોં મીઠું કરાવી ગળે મળી નૂતનવર્ષાભિનંદન-સાલ મુબારક પાઠવ્યા હતા. તો, મોબાઇલ, સોશ્યલ મીડિયા મારફતે પણ નવા વર્ષની શુભેચ્છા પાઠવી શુભેચ્છા સંદેશનો મારો ચલાવ્યો હતો.

 151 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર