નવા વર્ષનો સંકલ્પ : 20 જવાનોની યાદમાં બોયકોટ ચાઇના…બોયકોટ ચાઇના….!!

ચીનની ગદ્દારી છતાં આપણાં લોકોએ ચીનના 17 લાખ સ્માર્ટ ફોન ખરીદ્યા…!!

એ 17 લાખ લોકોને જાહેર કરો-ચીન સમર્થકો અને ભારતવિરોધી…!!

મોદીજીએ મનકીબાતમાં સંદેશો આપવો જોઇએ- હર હાલ મેં હમે ચીન કા કોઇ ભી માલ ખરીદના નહીં હૈ..!!

દુશ્મન દેશને આબાદ નહીં બર્બાદ કરવાનો હોય, કરો ચીનનો બહિષ્કાર…

યુવાનોમાં દેશભક્તિની સાથે દુશ્મન દેશ પ્રત્યેનો રોષના બીજ પણ રોપવા જોઇએ..

સરકારે 200 એપ્પ ઠપ્પ કર્યા તો આપણે શું ચીનની ચીજવસ્તુઓની ખરીદી બંધ ના કરી શકીએ..?

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

નવા વર્ષમાં જુના દુશ્મન ચીનને યાદ કરીએ ના, કોરોના માટે નહીં. કોરોના તો નવા વર્ષમાં પણ અડિંગો જમાવશે અને કોરોનાની રસી બનાવનાર એક દવા કંપની તો એમ કહે છે કે કોરોના 10 વર્ષ રહેશે…..! ઓ બાપા રે…10 વર્ષ…? અહીં એક વર્ષમાં દેશદુનિયા 5 વર્ષ પાછળ જતાં રહ્યાં અને 10 વર્ષ કોરોનાને ઝેલવાનો…? હશે. ઝેલશું… ભલભલા નેતાઓને ઝીલ્યા…10 વર્ષ નહીં બોલનાર મૌનીજીને ઝીલ્યા અને દેશના હિતમાં મન કી બાત કહેનારને ભારતે આવકાર્યા હોય, ફરી સત્તા સોંપી હોય તો તેઓ જ કોરોનાને મારી ભગાડશે એવો અટલ વિશ્વાસ દેશવાસીઓનો છે.

15, જૂન 2020 પછી ચીનનું પોત પ્રકાશ્યું- હાથમાં ખંજર લઇને ભારતની પીઠમાં હુલાવ્યું અને ભારતે મોદીજીના નેતૃત્વમાં દગાખોર-વિશ્વાસખોર-નફફ્ટ-નાલાયક-કપટી-નપાવટ-ચાલબાઝ ચાઇનીઝ ડ્રેગનની સામે લેહ-લદાખમાં એટલા જવાનો ભરી બંદૂકે ખડગી દીધા છે કે ડ્રેગન માથુ ખંજવાળતા ખંજવાળતા પોતાની જ પૂછડી ચાવી રહ્યો છે એ ભાવ સાથે કે ઐસા તો નહીં સોચા થા…! ભારત પોતાને આવો કડક ચા જેવો જવાબ આપશે એની કલ્પના શી જિનપિંગને પણ નહીં હોય. એમને તો એમ જ કે મેં ભારતને ભોળવી લીધુ, ભારતને મારા ઉપર વિશ્વાસ એટલે ભારતનો વિસ્તાર પચાવી લો…!! એમ કહીને ભારતના 20 જવાનોને હણી નાંખ્યા. પણ તે પછી ભારતે ચીનાઓને જે રૌદ્ર સ્વરૂપ બતાવ્યું કે ચીનાઓની હાલત મા મને કોઠીમાંથી કાઢ….જેવી થઇ ગઇ છે.

ભારતે ચીનને તોડવા તેની 200 જેટલી એપ્પ પર પ્રતિબંધ મૂક્યો. ચીન સાથે વ્યવહાર ઓછો કરી નાંખ્યો. આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ચીનને હંફાવવા ભારત સજાગ છે. પણ ભારતના યંગીસ્તાનના જુવાનિયા સજાગ છે ખરા…?

રિપોર્ટ કહે છે કે ચીને ભારતની સાથે દગો કર્યો અને આપણાં 20 જવાનોને હણી નાંખ્યા અને બન્ને દેશો વચ્ચે સારાસારી નથી, ગમે ત્યારે તણખો ઝરે તેમ છે તેવા સંજોગોમાં ભારતમાં ચીનના 17 લાખ સ્માર્ટ ફોન વેચાયા….!! ચીનને કેટલો ફાયદો થયો હશે..?! ચીની કંપનીઓ માલામાલ વીકલી થઇ ગઇ. 17 લાખ યુવાનો ચાઇનીઝ મોબાઇલમાં રંજન અને મનોરંજન મેળવી રહ્યાં હશે ત્યારે શું તેઓ એ યાદ રાખશે કે જે ચીનના મોબાઇલ તેમના હાથમાં છે એ દેશના સૈનિકોએ દગો કરીને ભારતના નિર્દોષ જવાનોની હત્યા કરી નાંખી અને બન્ને દેશો વચ્ચે બોલવા-ચાલવાના ય સંબંધો નથી ત્યારે તેના મોબાઇલ કઇ રીતે ખરીદીએ…? અને તે પણ અધધ…17 લાખ મોબાઇલ….?! 5-6 મહિનામાં જ..?

કારગિલ વખતે દેશભક્તિનું કેવુ વાતાવરણ જામ્યું હતું….!! પાકિસ્તાન મુદ્દાબાદ……પાકિસ્તાન મુર્દાબાદ….અને ટીવી મિડિયામાં શૌર્ય ગીતો- અપની આઝાદી કો હમ હરગીઝ મિટા શકતે નહીં…..ની ભરમાર ચાલતી હતી. ભારતે એ યુધ્ધ જીત્યું. શાનદાર ઉજવણી થઇ.તો ચીને આપણાં જવાનોની છળકપટથી હત્યા કરી નાંખી અને ભારત સરકાર પણ ગાજી ગાજીને કહી રહી છે કે બન્ને દેશો વચ્ચેના સંબંધો તંગ છે, સીમાએ તણાવ છે અને ગમે ત્યારે લડાઇ ફાટી નિકળે તેવા નિર્દેશો મળી રહ્યાં હોય ત્યારે દુશ્મન દેશને આર્થિક રીતે મજબૂત કરવાના પ્રયાસો દેશવિરોધી કૃત્ય જ કહી શકાય…..

ભારત સરકારે પણ જેમણે 17 લાખ મોબાઇલ ફોન ચીનના ખરીદ્યા તેમના નામ-સરનામા લઇને તેમના આધાર કાર્ડ રદ્દ કરી નાંખવા જોઇએ….તેમના નામો રેશનીંગ યાદીમાં હોય તો તેમના રેશનકાર્ડ પણ રદ્દ કરી નાંખવા જોઇએ, તેમનો મતાધિકાર છીનવી લેવો જોઇએ અને હજુ કડક પગલા ભરવા હોય તો તેમને ચીન સમર્થક દેશવિરોધી જાહેર કરવા જોઇએ જેથી કોઇપણ ભારતીય નાગરિક ચીનની બનાવટના મોબાઇલ કે અન્ય ચીજ વસ્તુઓ ખરીદવાની હિંમત ના કરે……યસ, એવું જ કરવુ જોઇએ.

જો તેમ નહીં થાય ચો એક તરફ ચીન સાથે લડાઇ ચાલતી હશે અને બીજી કોર મોબાઇલ બજારમાં ચીનના મોબાઇલ વેચાઇ રહ્યાં હશે…! લોકોમાં દેશ પ્રત્યેની ભાવના જાગતી કેમ નથી…? ચીન આપણો દુશ્મન છે એ વાત ભારતના નાગરિકોમાં કેમ બેસતી નથી…? રાષ્ટ્રવાદને સમર્પિત પક્ષની સરકારે એક એવુ વાતાવરણ મન કી બાત દ્વારા સર્જવુ જોઇએ કે જેમ તેમના તમામ આદેશો-અપીલોનું પાલન લોકોએ લોકડાઉન દરમ્યાન કોરોનાને બરાવવા કર્યા તેમ ચીનને પરાસ્ત અને બર્બાદ કરવા માટે આપણે ચીનની એક પણ નાની મોટી ચીજવસ્તુ ખરીદવી નહીં જોઇએ એવો સંદેશો નવા વર્ષના પ્રથમ મન કી બાત કાર્યક્રમમાં આવરીને ચીનને જોરદાર ધુંબો મારવો જોઇએ…!!

મોદીજીએ આત્મનિર્ભર સ્વદેશનો જે સંદેશો આપ્યો તે યોગ્ય જ છે. પણ તેથી આગળ વધીને ભારતના બજારમાં કે ઓનલાઇન બજારમાં જે કોઇ ચીનનો માલ મંગાવશે તેનો હુક્કાપાણી બંધ….એવો સંદેશો આપવો પડશે. અને આ બધુ આપણે આપણાં એ શહિદ વીર જવાનોની હત્યાનો બદલો લેવા માટે કરવાનું છે.કે જેમને ચીને સરહદે દગાથી હણી નાંખ્યા એ 20 જવાનોનું લોહીનું એક એક બુંદ…બુંદ..એકેક…કણ….એક…એક..રક્તકણ….આપણને પોકારી પોકારીને કહી રહ્યું છે કે અમારી સાથે તો થયું તમારી સાથે ના થાય..!! બોયકોટ ચાઇના….બોયકોટ ચાઇના….!!!!

શું આપણે આપણાં શહીદ જવાનો માટે એટલુ પણ ના કરી શકીએ…?!

ચાલો, નવા વર્ષનો સંકલ્પ લઇએ- બોયકોટ ચાઇનીઝ ગુડઝ…બોયકોટ ચાઇના….!!

-દિનેશ રાજપૂત

 17 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર