September 25, 2020
September 25, 2020

ન્યૂયોર્કનું ટાઈમ્સ સ્કેવર 5 ઓગસ્ટે રામના રંગમાં રંગાશે, બિલબોર્ડ પર દેખાશે રામ અને અયોધ્યાનું મોડલ

5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરાશે. આ જ દિવસે અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલા ટાઈમ્સ સ્ક્વેરના બિલબોર્ડ પર મંદિરના મોડલ અને શ્રી રામની તસવીર જોવા મળશે. જેના માટે તૈયારી શરૂ કરી દેવાઈ છે. અમેરિકન ઈન્ડિયન પબ્લિક અફેર કમિટિના અધ્યક્ષ જગદીશ સેવહાનીએ જણાવ્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં જ્યારે આ ઐતિહાસિક મંદિરનો પાયો રાખશે, તો તેની ઉજવણી અમે અહીંયા પણ કરીશું.સેવહાનીના જણાવ્યા પ્રમાણે, 17 હજાર સ્ક્વેર ફુટની રેપ-એરાઉન્ડ LED ડિસપ્લે સ્ક્રીનને લીઝ પર લેવાઈ રહી છે. આ ટાઈમ સ્ક્વેરની સૌથી મોટી હાઈ રિઝોલ્યૂશન LED સ્ક્રીન હશે.               

5 ઓગસ્ટે સવારે 8 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી હિન્દી અને અંગ્રેજીમાં જયશ્રીરામ, ભગવાન રામના ચિત્ર અને વીડિયો, મંદિરની ડિઝાઈન અને આર્કિટેક્ચરની 3D ઈમેજને અહીંયા બિલબોર્ડ પર દેખાડવામાં આવશે. જ્યારે પીએમ મોદી મંદિરનો પાયો રાખશે, તેના ફોટોગ્રાફ પણ અહીંયા દેખાડવામાં આવશે.      

સેવહાનીના જણાવ્યા પ્રમાણે, આ દરમિયાન ભારતીય સમુદાયના લોકો હાજર રહેશે.મીઠાઈ વહેંચવામાં આવશે.સેવહાનીએ કહ્યું કે, આ જીવનમાં એક વખત અથવા સદીમાં એક વખત બનનારી ઘટના નથી. પણ આખી માનવજાતિના જીવનમાં આ પ્રકારની તક એક જ વખત આવે છે. આ તકને ખાસ બનાવવા માટે અમે ટાઈમ્સ સ્ક્વેરને પસંદ કર્યું છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં લોકોનું રામમંદિરનું સપનું પુરુ થવા જઈ રહ્યું છે. પાંચ ઓગસ્ટે આખું ટાઈમ્સ સ્ક્વેર ભગવાન રામના રંગમાં રંગાશે

 50 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર