ભારતથી આવતા લોકોના પ્રવેશ પર ન્યૂઝીલેન્ડે લગાવ્યો પ્રતિબંધ

પોતાના દેશ પરત ફરી રહેલા ન્યૂઝીલેન્ડના નાગરિકો ઉપર પણ રોક

ભારતમાં કોરોના વાયરસ જે રીતે બેકાબૂ બન્યો છે તેના પર વિશ્વની નજર છે. ભારતની પરિસ્થિતિ જોતા ન્યુઝીલેન્ડે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડે ભારત આવનારા મુસાફરોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે, આ પ્રતિબંધ 11 એપ્રિલથી શરૂ થશે.

ન્યુઝિલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા અર્ડર્ને  જાહેરાત કરી છે કે 11 એપ્રિલથી 28 એપ્રિલ સુધી ભારતથી આવતા લોકોનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. જો ન્યુઝીલેન્ડનો કોઈ વ્યક્તિ ભારતમાં છે અને તે પાછો જવા માંગે છે, તો આ સમય દરમિયાન એન્ટ્રી મેળવશે નહીં. એટલે કે, 28 એપ્રિલ પછી જ, ભારતમાંથી કોઈ ન્યુઝીલેન્ડ જઈ શકશે.અત્રે જણાવવાનું કે ભારતમાં દિન પ્રતિદિન કોરોનાનો પ્રકોપ ભયંકર રીતે વધી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાંથી બે દિવસ તો કોરાનાના પ્રતિ દિન એક લાખથી વધુ કેસ સામે આવ્યા છે. 

પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ને ભારતથી આવતા તમામ મુસાફરો માટે પ્રવેશ પર રોક લગાવી છે. જેમાં ન્યૂઝીલેન્ડના નાગરિકો પણ સામેલ છે. જે ભારતથી પોતાના દેશ પાછા ફરી રહ્યા છે. રિપોર્ટ મુજબ આ રોક 11 એપ્રિલથી શરૂ થશે અને 28 એપ્રિલ સુધી લાગુ રહેશે. 

 50 ,  1