WTC Final : ન્યૂઝીલેન્ડ બન્યું વર્લ્ડ ચેમ્પિયન, વિરાટ કોહલીનુ સપનુ અધુરુ રહ્યુ..!

ભારતની ન્યુઝીલેન્ડ સામે હારના આ છે મુખ્ય કારણો

ન્યુઝીલેન્ડે પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો છે. ટીમે ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને 8 વિકેટે હરાવી હતી. અંતિમ દિવસે ટીમ ઈન્ડિયા બીજી ઇનિંગમાં માત્ર 170 રન જ બનાવી શકી હતી. જવાબમાં ન્યુઝીલેન્ડે બે વિકેટ પર 139 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગ્સમાં 217 રન બનાવ્યા હતા જ્યારે ન્યુઝીલેન્ડે 249 રન બનાવ્યા હતા. આઇસીસી દ્વારા પ્રથમ વખત ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ કસોટી 1877 માં રમાઈ હતી.

એક વાર ફરીથી વિરાટ કોહલી પોતાની કેપ્ટનશીપમાં આઇસીસી ટૂર્નામેન્ટ જીતી શકી નથી. આ હારથી ભારતીય ફેન્સ ખૂબ નિરાશ છે. નિશ્વિત રીતે ફેન્સ નિરાશ હોય, કારણ કે આ સમયે ભારતીય ટીમમાં કાબેલિયત છે તે, કોઇ પણ ધરતી પર જીત નોંધાવી શકે છે. ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન ટીમે તે વાતને સાબિત કરી હતી. જોકે સાઉથમ્પટનમાં રમાયેલી ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચમાં ભારતીય ટીમ ફસકી પડી હતી. ભારતીય ટીમે આ પાંચ કારણોથી હાર મેળવી હતી.

મોટી ઇનીંગની ખોટ

ભારતના એક પણ બેટ્સમેને ફાઇનલ મેચમાં પચાસ રનની રમત રમી શક્યો નહી. પ્રથમ ઇનીંગમાં અજીંક્ય રહાણે એ 49 રન બનાવ્યા હતા. જોકે તેના સિવાય કોઇ બેટ્સમેન કંઇજ વધારે નહોતા કરી શક્યા નહોતા. રહાણે એ આ મેચમાં ભારતના સર્વોચ્ચ સ્કોરર રહ્યો છે. કારણ કે, બીજી ઇનીંગમાં પણ કોઇ જ બેટ્સમેન પચાસનો આંકડો પાર કર્યો નહોતો. ઋષભ પંત એ બીજી ઇનીંગમાં 41 રન કર્યા હતા. ભારતીય ટીમની હારમાં એક કારણ એ પણ છે કે, એક પણ મોટી ઇનીંગ નહોતી રમી શકાઇ નહોતી.

બીજી ઇનીંગમાં સસ્તામાં સમેટાઇ ગઇ ટીમ

બીજી ઇનીંગમાં ભારતીય બેટ્સમેન સતત વિકેટ ગુમાવી રહ્યા હતા. મોટો સ્કોર નહોતો કરી રહ્યા. બીજી ઇનીંગમાં ભારતીય ટીમ ફક્ત 170 રન જ બનાવી શક્યા હતા. જેના થી ટીમ ન્યુઝીલેન્ડને મોટુ લક્ષ્ય ના આપી શકાયુ. ન્યુઝીલેન્ડને અંતિમ દિવસે માત્ર 139 રનનુ જ લક્ષ્ય મળ્યુ હતુ. જે કિવી ટીમ સરળતા થી પાર કરી ગઇ હતી. જ્યારે ભારતીય પૂંછડીયા બેટ્સમેનોએ બંને ઇનીંગમાં એ પ્રકારનુ યોગદાન ના આપી શક્યા જે પ્રકારે તેમણે આપવુ જોઇતુ હતુ.

વિરોધી ટીમના પૂંછડીયા બેટ્સમેનોને ઝડપથી આઉટ ના કરી શક્યા

ભારતીય બોલર ન્યૂઝીલેન્ડને પ્રથમ ઇનીંગમાં સારી શરુઆત કરવા થી રોકી શક્યા નહોતા. જોકે વચ્ચે તેઓએ વિકેટો નિકાળી હતી., પરંતુ પૂંછડીયા બેટ્સમેનોએ ફરી એકવાર ભારતીય ટીમને પરેશાન કર્યા હતા. ન્યુઝીલેન્ડ એ પ્રથમ ઇનીંગમાં પોતાની પાંચ વિકેટ 135 રન પર ગુમાવી દીધી હતી. જોકે બાદમાં તેમના પૂંછડીયા બેટ્સમેનોએ વિકેટ પર ટકી રહી સ્કોરને આગળ વધાર્યો હતો. તેઓએ ટીમને ભારત સામે લીડ પણ અપાવી હતી.

સારી ભાગીદારીની રમતનો અભાવ

ટેસ્ટમાં કોઇ પણ જીત માટે મોટી ભાગીદારી રમતની જરુર હોય છે. જોકે ભારતીય ટીમ તરફ થી એમ પણ ના થઇ શક્યુ. ભારત તરફ થી પ્રથમ ઇનીંગમાં ફક્ત બે અર્ધશતકીય ભાગીદારી રમત રમાઇ હતી. જોકે બીજી ઇનીંગમાં તો તેનો અભાવ રહ્યો હતો. જો બેટ્સમેન નાની નાની ભાગીદારીઓ પણ કરતા તો, ભારત એક મજબૂત સ્કોર બનાવી શક્યુ હોત.

સ્વિંગ બોલરની ખોટ

ઇંગ્લેંડની પરિસ્થીતીમાં બોલ સ્વિંગ કરે છે અને મેચમાં વરસાદે વાતાવરણ ને એવુ જ બનાવી દીધુ હતુ. જેના થી સ્વિંગ બોલરોનુ મહત્વ વઘારે થઇ ગયુ. ન્યુઝીલેન્ડ પાસે ટ્રેન્ટ બોલ્ટ, ટિમ સાઉથી અને કાઇલ જેમિસન છે, જેઓ સારી સ્વિંગ બોલીંગ કરાવી શકે છે. જોકે ભારત પાસે કોઇ જ સારી સ્વિંગ બોલીંગ કરવાનાર બોલર નહોતો. જેને લઇને સોશિયલ મીડિયા પર ભૂવનેશ્વર કુમારને ફાઇનલ મેચ માટે ખૂબ યાદ કરવામાં આવ્યો હતો.

 61 ,  1