T-2O WC : અફઘાનિસ્તાનને પરાજય આપીને ન્યૂઝીલેન્ડની સેમિ-ફાઈનલમાં એન્ટ્રી

‘વિરાટ સેના’ સેમિફાઈનલ રેસમાંથી ‘OUT’

ટી-20 વર્લ્ડ કપમાં આજે રવિવારે સેમી- ફાઈનલ રેસમાં મહત્વની મેચમાં ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવીને સેમીફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. બીજી બાજુ ન્યૂઝીલેન્ડનો વિજય થતા સેમિફાઈનલમાં પહોંચવાની ભારતની આશા પર પાણી ફેરવી દીધું છે. ન્યૂઝીલેન્ડે 18.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 125 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ન્યૂઝીલેન્ડ માટે કેન વિલિયમસન (40) અને દેવોન કોન્વે (36) અણનમ રહ્યા હતા.

ટોસ જીતીને પહેલા બેટિંગ કરીને અફઘાનિસ્તાને નિર્ધારીત 20 ઓવરમાં આઠ વિકેટના નુકશાન પર 124 રન બનાવ્યાં હતા. અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને જીત માટે 125 રનનો ટાર્ગેટ આપ્યો છે. 125 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી કિવિઝ ટીમની શરૂઆત સારી રહી નહોતી જોકે, બાદમાં કેપ્ટને બાજી સંભાળતા ટીમને જીત અપાવી હતી. ટ્રેન્ટ બોલ્ટે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. ટિમ સાઉથીએ પણ બે વિકેટ ઝડપી હતી. અફઘાનિસ્તાન વતી નજીબુલ્લાહ જાદરાને 73 રનની શાનદાર પારી ખેલી હતી.

અફઘાનિસ્તાનને પરાજય આપીને ન્યૂઝીલેન્ડે સેમિફાઈનલમાં સ્થાન જમાવી દીધું છે આ સાથે ભારતનું સેમિફાઈનલમાં પ્રવેશ મેળવવાનું સપન રોળાયું છે.

 150 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી