ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગ માત્ર 62 રનમાં સમેટાઈ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટનો આજે બીજો દિવસ છે. ભારતીય બોલરના તરખાટ સામે ન્યૂઝીલેન્ડનો ધબડકો થયો છે. માત્ર 62 રન પર ન્યૂઝીલેન્ડ ઓલઆઉટ થયું છે. ભારતે પહેલી ઈનિંગ્સમાં 325 રનના સ્કોર પર પ્રથમ ઈનિંગ સમેટાઈ હતી. ભારત વતી રવિચંદ્રન અશ્વિને ચાર, મોહમ્મદ સિરાજે 3, અક્ષર પટેલે 2, જયંત યાદવે 1 વિકેટ ઝડપી છે. નોંધનીય છે કે, આજના દિવસે જ 16 વિકેટો પડી છે જેમાં ભારતની 6 અને ન્યૂઝીલેન્ડ 10 વિકેટ પડી હતી.
એજાઝ પટેલ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગ્સમાં 10 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો
આ મેચમાં મૂળ ભારતમાં જન્મેલા ન્યૂઝીલેન્ડના સ્પિનર એજાઝ પટેલે ભારતની તમામ 10 વિકેટો ઝડપી ઈતિહાસ સર્જ્યો છે. આ સાથે જ તે ટેસ્ટની પ્રથમ ઈનિંગ્સમાં તમામ 10 વિકેટ ખેરવનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો છે. અગાઉ અનિલ કુંબલે અને જિમ લેકરે વિરોધી ટીમની તમામ 10 વિકેટો ખેરવી હતી, પરંતુ તે વિકેટો બીજી ઈનિંગ્સમાં અને મેચના 5માં દિવસે લીધી હતી. તેથી એજાઝ પટેલની આ ખૂબ જ મોટી સિદ્ધિ ગણી શકાય.
24 , 1