અમદાવાદમાં વધુ બે નવજાત શિશુ મળતા ચકચાર, એકની મૃત્યુ

અમદાવાદમાં બે અલગ અલગ વિસ્તારમાંથી તાજા જન્મેલા બાળક મળી આવવાની ઘટના પ્રકાશમાં આવી છે . એક વટવા વિસ્તારમાં ઇન્સાનિયતનગરના એક મકાનમાંથી બે દિવસનું બાળક તો અમરાઈવાડીમાં કચરાપેટીમાંથી નવજાત બાળક મળી આવ્યું છે

પરંતુ અમરાઈવાડીમાં મળેલ બાળકને કાગડાઓએ ફાડી ખાધેલ હાલતમાં મળી આવ્યું હતું. આ અંગે પોલીસે બંનેમાં અજાણી સ્ત્રી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં ફરી એકવાર નવજાત બાળકોને ત્યજવાના કિસ્સાઓના બનાવો વધવા લાગ્યા છે . બે દિવસ પહેલા વટવા વિસ્તારમાં આવેલા ઇન્સાનિયત નગરમાં આવેલા બ્લોક નં.18ના મકાનના રસોડાની ગેલેરીમાં એક બાળકના રડવાનો અવાજ આવ્યો હતો.

જેથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા વટવા પોલીસ ત્યાં પોહચી હતી. ત્યારબાદ બે દિવસના તાજા જન્મેલા બાળકને સારવાર માટે એલ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.

તો આ તરફ અમરાઈવાડી અંબિકાનગરની ચાલીના નાકે ગઈકાલે વહેલી સવારે કચરાપેટીમાંથી મળી આવેલ એક બાળકને કાગડાઓએ ફાડી ખાધું હતું. આ ઘટનાને લઇ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.

કોઇ અજાણી મહિલાએ અધૂરા મહિને બાળકને જન્મ આપી જન્મ છુપાવવાના ઈરાદે બાળકને ત્યજી દીધું હોવાની પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે .જે અંગે હવે અમરાઈવાડી પોલીસે તપાસ હાથ ધરી છે.

 129 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી