તાપી જિલ્લાના નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખની પ્રજાહિતમાં ધમાકેદાર શરૂઆત

પ્રજાના હિતમાં કાર્યો માટે નાયબ મુખ્યમંત્રીને કરી આ રજૂઆત

તાપી જિલ્લામાં આ વખતે ભારતીય જનતા પાર્ટીની બોડી જિલ્લા પંચાયત પર અસીન થઈ છે અને યુવાન ઉત્સાહી એવા સુરજભાઈ વસાવાને તાપી જિલ્લા પંચાયતની કમાન સોંપવામાં આવી એ જવાબદારી નવનિયુક્ત જિલ્લા પ્રમુખે પ્રજાના હિતમાં કાર્યોની શુભ શરૂઆત કરી દીધી છે અને પોતાના જિલ્લાની પ્રજાના સ્વાસ્થ્યની ચિંતા કરીને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને વિનંતી સહ પોતાના લેટર પેડનો ઉપયોગ કરીને લખી દીધું છે કે તાપી જિલ્લાની એક જિલ્લા હોસ્પિટલ, સામુહિક આરોગ્યકેન્દ્રો, પ્રાથમિક આરોગ્યકેન્દ્રોમાંથી જે પણ તબીબી અધિકારીઓ કે તબીબી સ્ટાફને અન્ય જિલ્લામાં મુકવામાં આવ્યો હોય એને તાપી જિલ્લાના આદિવાસી સમાજના લોકો મોટે ભાગે સરકારી દવાખાનાઓનો જ લાભ લેતા હોય છે એમના માટે પરત કરી આપવામાં આવે. તાપી જિલ્લાને આવા જ પ્રજાવત્સલ સમાજસેવી જિલ્લા પ્રમુખની જરૂર હતી તાપી જિલ્લાને ખૂબ ખૂબ અભિનંદન

 596 ,  1