રાજ્યમાં કોરોનાને લઇને રાહતના સમાચાર, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કરી પ્રશંસા

ગુજરાતમાં કોરોના કેસના સતત ઘટતા જતા દર અને રાજ્યની કામગીરીની કરી પ્રશંસા

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને ગુજરાતમાં કોરોનાની વર્તમાન સ્થિતીની સમિક્ષા કરી. વીડિયો કોન્ફરન્સથી યોજાયેલ આ સમીક્ષા બેઠકમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અધિક મુખ્ય સચિવ સાથે પણ ઉપસ્થિત રહ્યા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને ગુજરાતમાં કોરોનાની વર્તમાન સ્થિતીની સમિક્ષા કરી. વીડિયો કોન્ફરન્સથી યોજાયેલ આ સમીક્ષા બેઠકમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અધિક મુખ્ય સચિવ સાથે પણ ઉપસ્થિત રહ્યા.

કેન્દ્રીય આરોગ્યમંત્રીએ ગુજરાતમાં કોરોના કેસના સતત ઘટતા જતા દર અને રાજ્યની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે આગામી દિવસોમાં આવતા તહેવારો તથા બદલાતા વાતાવરણ અને ઠંડીના સંભવિત પ્રકોપ સામે સતર્ક રહેવા અનુરોધ કર્યો હતો. તહેવારો અને શિયાળામાં કઈ રીતે કોરોના સામે લડવુ તેને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થઈ હતી. આ સમિક્ષા બેઠકમાં તમામ જિલ્લાના અધિકારીઓ પણ જોડાયા હતા. અધિકારીઓએ આ બેઠકમાં જિલ્લાઓની કોરોના કેસોની સ્થિતી અંગે જાણકારી આપી હતી.

ગુજરાતમાં ઓક્ટોબરની શરૂઆતમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે. ગઈકાલે રાજ્યમાં 996 કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3646 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,277  એક્ટિવ કેસ છે, જ્યારે 1,42,799 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 71 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,206 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,60,722 પર પહોંચી છે.

PM મોદીએ જણાવ્યું કોરોના કેસ ઘટવાનું મુખ્ય કારણ

ભારતમાં કોરોના રોગચાળાનો રિકવરી રેટ 88 ટકા છે. આવું એટલા માટે થયું છે કારણ કે ભારત એવો પ્રથમ દેશ છે જેમાં લૉકડાઉન લચીલા સ્વરૂપે અપનાવવામાં આવ્યુ હતું. કોવિડ 19 રસી વિકસાવવામાં ભારત હવે અગ્રણી દેશ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગ્રાન્ડ ચેલેન્જની વાર્ષિક બેઠકના ઉદઘાટન સમારોહ દરમિયાન આ વાત કહી હતી.

તેમણે કહ્યું કે આજે આપણે ત્યાં દરરોજ કોરોનાના કેસોના વિકાસ દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતમાં લોકો સાજા થવાનો દર 88 ટકા છે, જે એક ઉચ્ચતમ સ્તર છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં અમારી પાસે મજબૂત અને સક્ષમ વૈજ્ઞાનિક સમુદાય છે. અમારી પાસે સારી વૈજ્ઞાનિક સંસ્થાઓ પણ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, કન્ટેનમેન્ટથી લઇને ક્ષમતા નિર્માણ સુધી તેમણે કેટલીય ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે. ગ્રાન્ડ ચેલેન્જની વાર્ષિક બેઠકના ઉદ્ઘાટન સમારોહમાં તેમણે કહ્યું કે, આ બેઠકનું આયોજન ભારતમાં થવાનું હતું પરંતુ બદલાયેલી પરીસ્થિતીએ આ બેઠકનું વર્ચ્યુઅલ રીતે આયોજન કરાયું

 74 ,  1