ઓમિક્રોનની દહેશત વચ્ચે ગુજરાત માટે રાહતના સમાચાર

જામનગરમાં ત્રણ ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા, તંત્રએ રાહતનો શ્વાસ લીધો

ગુજરાત સહિત દેશભરમાં ખાસ કરીને મુંબઈ જેવા શેહરોમાં ખતરનાક ઓમિક્રોનનો કેસ વધી રહ્યા છે. ત્યાં બીજી બાજુ ગુજરાત માટે ઓમિક્રોન વેરિએન્ટની દહેશત વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. જામનગરમાં પોઝિટિવ આવેલા દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોના કેસ વધવાની સાથે ઓમિક્રોનના પાંચ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.

ઓમિક્રોનના નોંધાયેલ ત્રણેય દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા 3 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. દર્દીઓ પોઝિટિવ આવ્યાના 12 દિવસ બાદ ફરીથી રિપોર્ટ કરાયા હતા જેમાં રિપોર્ટ નેગેટિવ આવતા ત્રણેય દર્દીઓને રજા આપી દેવામાં આવી છે, ગુજરાતના પ્રથમ ત્રણ ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે, ત્યારે હવે ગુજરાતમાં ઓમિક્રોનનો માત્ર એક કેસ એક્ટિવ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

સુરત શહેરમાં ધીમીગતિએ કોરનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં કોરોનાના 100 કેસો પોઝિટિવ આવ્યા છે. વેક્સિનના બંને ડોઝ લીધા હોય એવા વ્યક્તિઓ પણ પોઝિટિવ આવી રહ્યા છે. વેક્સિનના બંને ડોઝ લીધા હોય એવા 51 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જોકે વેક્સિન લીધી હોવાથી કોરોનાની ગંભીર અસર તેમના પર થઈ નથી, માત્ર ઘરે જ સ્વસ્થ થતા હોસ્પિટલ જોવા મળી રહ્યા છે.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી