September 27, 2020
September 27, 2020

મુસાફરો માટે રાહતના સમાચાર ! હવે ગામડાઓમાં ફરીથી ST બસ દોડશે

તકેદારીના રખાશે ખાસ પગલા, બસમાં પ્રવાસી બેસે તે પહેલાં થર્મલ ગનથી કરાશે સ્કેન

રાજ્યના મુસાફરો માટે સારા સમાચાર છે. કોરોનાકાળમાં અટકી પડેલી બસો હવે ફરી એકવાર ગામડાઓમાં દોડતી થશે. સટી વિભાગ દ્વારા જાહેરાત કરાઈ કે, સોમવારથી ગામડામાં જતી એસટી બસનું સંચાલન ચાલુ કરશે. અનલૉક. 3.0માં સરકારે એસ.ટી.ને 100 ટકા રૂટો પર શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. શહેરોમાં એક્સપ્રેસ અને વોલ્વો બસો શરૂ થયા બાદ હવે ગામડાંમાં પણ એસ.ટી.ની બસો દોડશે.

રાજ્યમાં GSRTCની લોકલ બસોની ગ્રામિણ રૂટો પરની સેવા 7મી સપ્ટેમ્બરે સોમવારથી શરૂ થશે. આ બસમાં મુસાફરી કરનારા તમામ લોકોનું થર્મલ ગનથી સ્કેનિંગ કરવામાં આવશે. સરકાર દ્વારા તમામ કન્ડક્ટરોને થર્મલ ગન આપવામાં આવશે. બસમાં બેસનારા મુસાફરોનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે.

કોરોના મહામારીમાં સૌથી મોટી અસર એસટી બસોને પડી હતી. પરંતુ જેમ જેમ પરિસ્થિતિ થાળે પડી રહી છે તેમ તેમ એસટી બસો દ્વારા મુસાફરોને તકલીફ ન પડે તે માટે વિવિધ સુવિધાઓ રાબેતામુજબ શરૂ કરવામાં આવી રહી છે. ધીરે ધીરે એસટી બસોનું ટ્રાન્સપોર્ટેશન નિયમિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવામાં ગામડામાં રહેતા મુસાફરોને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય કરાયો છે.

એસ.ટી.નિગમના સચિવ કે.ડી.દેસાઇના જણાવ્યા મુજબ હાલમાં રાજ્યમાં પોઇન્ટ-ટુ-પોઇન્ટ, એક્સપ્રેસ સહિતની કુલ 22,500 જેટલી ટ્રીપો ચાલી રહી છે. આગામી સોમવારથી લોકલ સર્વિસ ચાલુ થતા દેનિક 32 હજારથી વધુ ટ્રીપો શરૂ થશે. જેને લઇને હવે એસ.ટી.ના મુસાફરોને મોટી રાહત મળી જશે. રાજ્યભરમાં સોમવારથી જ એસ.ટી.નું લગભગ 80 ટકા સંચાલન પૂર્વવત થઇ જશે. જોકે હાલમાં શાળાઓ બંધ હોવાથી વિદ્યાર્થી ટ્રીપો રદ રહેશે.

હાલ સંધ પ્રદેશ દીવ-દમણ અને સેલવાસમાં એસ.ટી.બસોનું સંચાલન ચાલુ કરી દેવામાં આવ્યું છે. આંતરરાજ્ય બસ સેવામાં હાલમાં ફક્ત રાજસ્થાનનું સંચાલન ચાલુ છે. બાકી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનું સંચાલન સંપૂર્ણ રદ છે.

 44 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર