NIAએ અલ-કાયદાના 9 શંકાસ્પદ આતંકીઓની કરી ધરપકડ

અલ-કાયદાના મોડ્યૂલનો પર્દાફાશ, દિલ્હીમાં હુમલો કરવા માગતા હતા આતંકી

દેશમાં અલ કાયદાના મોડ્યૂલનો NIAએ પર્દાફાશ કર્યો છે. કેરળ અને પશ્ચિમ બંગાળમાં રેડ દરમિયાન અલકાયદાના 9 શંકાસ્પદ આતંકીની ધરપકડ કરી છે. NIAએ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને કેરળના કર્ણાકુલમમાં રેડ પાડી હતી. NIAએ કહ્યું કે, તમામ ધરપકડ કરવામાં આવેલ આતંકવાદી આતંકી ષડયંત્ર સાથે જોડાયેલ છે.

એનઆઈએએ કહ્યું કે, શરૂઆતની તપાસ અનુસાર આ ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિઓએ સોશિયલ મીડિયા પર પાકિસ્તાન સ્થિત અલ-કાયદા આતંકવાદીઓ દ્વારા કટ્ટરપંથી બનાવવામાં આવ્યા હતા અને રાષ્ટ્રીય રાજધાની સહિત અનેક સ્થળો પર હુમલો કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. એનઆઈએએ કહ્યું કે, આ મામલે વધુ લોકોની ધરપકડ થઈ શકે છે.

દિલ્હીમાં હુમલો કરવાની ફિરાકમાં હતા આતંકી

આ ગ્રુપ સક્રિય રીતે ફંડ મેળવવામાં લાગ્યા હતા અને ગ્રુપના કેટલાક સભ્યો હથિયાર અને સશ્ત્રોની ખરીદી માટે દિલ્હી પ્રવાસની યોજના બનાવી રહ્યા હતા. શક્ય છે કે, આ ધરપકડ બાદ દેશના અનેક ભાગમાં સંભવિત આતંકી હુમલાનો રોકી શકાશે.

 52 ,  1