પ્લેન હાઈજેકિંગ કેસમાં બિરજુ સલ્લાને આજીવન કેદ અને 5 કરોડનો દંડ

પ્લેન હાઈજેકિંગની ધમકી ભર્યો પત્ર લખવા મામલે દોષિત ઠરેલા બિરજુ સલ્લાને અમદાવાદ સ્થિત NIA કોર્ટે આજીવન કેદ અને પાંચ કરોડનો દંડ ફટકાર્યો છે. આ સિવાય કોર્ટે કો-પાઇલટને 1-1 લાખ વળતર અને એર હોસ્ટેસને 50-50 હજાર તથા તમામ પેસેન્જરને 25 હજારનો વળતર ચુકવવાનો આદેશ કર્યો છે.

મુંબઈથી દિલ્હી જતી જેટ એરવેઝની ફ્લાઈટમાં મળેલા ધમકીભર્યા પત્ર મામલે મુંબઈના બિઝનેસમેન બિરજુ સલ્લા સામે એન્ટિ હાઈજેકિંગ એક્ટ હેઠળ 2017માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની અમદાવાદ સ્થિત સ્પેશિયલ કોર્ટે પ્લેન હાઈજેકિંગના નવા કાયદા હેઠળ દેશમાં સૌ પ્રથમ સજા બિરજુ સલ્લાને ફટકારી છે.

તપાસમાં બહાર આવ્યું હતું કે, મુંબઈથી બિઝનેસ ક્લાસમાં સવાર થયેલા સલ્લાએ ઈંગ્લિશ અને ઉર્દુમાં એક નોટ બનાવી હતી, અને તેને ઈરાદાપૂર્વક પ્લેનના ટોઈલેટના ટિશ્યૂ પેપર બોક્સમાં મૂકી દીધી હતી. આ નોટમાં જણાવાયું હતું કે, પ્લેનના કાર્ગો એરિયામાં બોમ્બ છે, અને તેમાં અપહરણકારો પણ સવાર છે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી