J&K: ટેરર ફંડિગ કેસમાં બારામુલ્લાના 4 સ્થળો પર NIAએ દરોડા

કાશ્મીર ઘાટીમાં ટેરર ફંડિંગ કેસની તપાસ કરી રહેલી એજન્સી (એનઆઈએ)એ આજે ઉત્તર કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ એનઆઈએ એ ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના 4 અલગ અલગ સ્થળો પર દરોડા પાડ્યા છે. આ અગાઉ પણ એનઆઈએ તરફથી કાશ્મીર ઘાટીમાં ટેરર ફંડિંગ કેસ સંલગ્ન દરોડા પાડવામાં આવ્યાં છે.

પોલીસ અને સીઆરપીએફની સાથે એનઆઈએની ટીમે ભાગલાવાદી નેતા સજ્જાદ લોનના ખાસ ગણાતા વેપારી આસિફ લોન, તનવીર અહમદ, તારિક અહમદ અને બિલાલ ભટના ઘરે દરોડા પાડ્યા છે. હાલ ઓફિસર્સ આ વેપારીઓના દસ્તાવેજ તપાસી રહ્યા છે.

આ અગાઉ સોમવારે એનઆઈએ દ્વારા પુલવામામાં દરોડા પાડવામાં આવ્યાં હતાં. ટેરર ફંડિંગ કેસ સંબંધમાં એનઆઈએએ કાશ્મીરના કારોબારી ગુલામ અહેમદના સ્થળો પર દરોડા પાડ્યા હતાં.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી