September 23, 2020
September 23, 2020

પુલવામા કેસમાં NIAએ વિશેષ કોર્ટમાં રજૂ કરી 5 હજાર પાનાની ચાર્જશીટ

ચાર્જશીટમાં જૈશ એ મોહમ્મદના 20 આતંકીઓનો ઉલ્લેખ

પુલવામા હુમલોની તપાસમાં NIAએ 5000 પેજની ચાર્જશીટ તૈયાર કરી છે. ચાર્જશીટમાં કુલ 20 આતંકીઓના નામ સામેલ છે. જૈશ કમાન્ડર મસૂદ અઝહર અને રઉફ અસગર મસૂદના નામ પણ ચાર્જશીટમાં સામેલ છે. મસૂદ અઝહરનો ભત્રીજો ઉમર ફારૂક અને અદીલ ડાર ઉપરાંત હુમલામાં સામેલ આતંકીઓની વચ્ચે વાતચીત અને વોટ્સએપ ચેટની ડિટેલ્સ પણ સામેલ છે. પાકિસ્તાનથી ઇન્ટરનેશનલ બોર્ડર દ્વારા આરડીએક્સ લાવવાના ષડયંત્રની ડિટેલ ચાર્જશીટમાં છે.

14 ફેબ્રુઆરી 2019ના રોજ CRPFના જવાનો પર પાકિસ્તાનના ઈશારે હુમલો થયાના તારણ પર NIAની ટીમ પહોંચી છે. અને આ કેસમાં અત્યાર સુધી 7 લોકોની ધરપકડ થઈ છે. NIAની ટીમની તપાસમાં જોવા મળ્યું છે કે હુમલામાં વપારેલા 20 કિલો આરડીએક્સને પાકિસ્તાનથી લવાયો હતો.

મળતી માહિતી મુજબ આરડીએક્સ સહિતના અન્ય વિસ્ફોટકને આતંકવાદી પીઠ પર લાદીને પાકિસ્તાનથી લાવ્યા હતા. આરોપી ઈકવાબ રાદરે આને હુમલા પહેલા ઉમર ફારુક નામના એક આંતકીન રાતના અંધેરામાં સીમા પાર કરાવીને ઘાટીમાં લાવવામાં આવ્યો હતો. NIAને આના વીડિયો પુરાવા પણ મળ્યા છે. જેમાં અમાસની રાતે ઘૂસણખોરીની રણનીતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વીડિયો ઉમર ફારુકના ફોનમાંથી મળ્યો છે. 

સૂત્રોના જણાવ્યાનુંસાર ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદીએ હુમલામાં ઉપયોગ કરાયેલા અમોનિયમ નાઈટ્રેટ અને નાઈટ્રો ગ્લિસ્રીન જેવા પદાર્થો સ્થાનીક સ્તરે એક્ઠા કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આતંકિયોએ જમ્મુ કાશ્મીરમાં આ વિસ્ફોટો માટે ઓનલાઈન ખરીદી પણ કરી હતી.

 50 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર