બેની લડાઇમાં ત્રીજો માર્યો ગયો…

અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. શહેરના નિકોલ વિસ્તારમાં મોડી રાત્રે સામાન્ય બાબતમાં એક યુવાનની હત્યા કરી દેવામાં આવતા દહેશત મચી ગઇ છે.

મળતી વિગત મુજબ, નિકોલ રીંગરોડ પરથી ત્રણ યુવકો બાઈક પર આવી રહ્યા હતા, તે દરમિયાન બે શખ્સો ઝગડી રહયા હતા. ત્યારે આ ત્રણ યુવાનો વચ્ચે પડ્યા હતા.

તેવામાં એક આરોપીએ અપશબ્દો બોલીને વચ્ચે પડેલા 22 વર્ષિય ભાવિન દેસાઈને ગળાના ભાગે છરીના ઘા ઝીંકતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવાનને પગના ભાગે છરી વાગતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ હત્યાનો બનાવ નિકોલ પોલીસ સ્ટેશનથી આશરે 200 મીટર દૂર બન્યો હતો. નિકોલ વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં 5 જેટલા હત્યાના બનાવ બન્યા છે. ત્યારે બીજી તરફ પોલીસ તંત્ર સામે સવાલો ઉઠવા પામ્યા છે.

 43 ,  3