સેન્સેક્સ 1114 અંક લપસ્યો, રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

સેન્સેક્સ 1114 અંક ઘટ્યો, નિફ્ટી 326 અંક ઘટી 10805 પર બંધ..

નબળા વૈશ્વિક સંકેતોના કારણે ભારતીય શેરબજાર આજે ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 1,114 અંક ઘટીને 36,553.60 પર બંધ થયું જ્યારે નિફ્ટી 326 અંક ઘટી 10,805.55 પર બંધ થયું. એક્સપર્ટ્સનું કહેવું છે કે આ ગાબડાના કારણે રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. જોકે, આ ઘટાડાથી રોકાણકારોને ન ડરવું જોઈએ. પરંતુ નવા રોકાણથી બચવાની પણ સલાહ છે.

7 સપ્તાહના નીચલા સ્તર પર શૅર બજાર

આજે બજારમાં ખુલતાં જ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. 4 ઓગસ્ટ બાદ નિફ્ટી 10 હજારની નીચે ગયો છે. બજાર 7 સપ્તાહના નીચલા સ્તર પર જોવા મળી રહ્યા છે. નિફ્ટીના 50માંથી 48 શૅર ગબડી ગયા છે. બેન્કિંગ પર શું થયો ખુલાસો?  FinCEN ખુલાસામાં ગુપ્ત નાણાકીય લેવડ-દેવડ અને બેન્કિંગ સાથે જોડાયેલા રહસ્ય સામે આવ્યા છે. અમેરિકાની નિયામક ફિનકેન સંદિગ્ધ ગતિવિધ રિપોર્ટ નામથી સીક્રેટ દસ્તાવેજ તૈયાર કરે છે. તેમાં 1999થી 2017ની વચ્ચના 2121 સંદિગ્ધ ગતિવિધિઓનો ઉલ્લેખ છે.

તેના દ્વારા 2099 ટ્રિલિયન ડૉલરની સંદિગ્ધ લેવડ દેવડ થઈ. મૂળે, જ્યારે કોઈ બેન્કને કોઈ લેવડ દેવડ પર શંકા હોય છે તો તે તેની ફરિયાદ ફિનસેનને કરે છે. 6થી વધુ બેન્કોએ આવી લેવડ દેવડ પર શંકા વ્યક્ત કરતાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદને ખૂબ ખાનગી રાખવામાં આવે છે. એકાઉન્ટ હોલ્ડરને પણ તેની જાણકારી નથી આપવામાં આવતી.

વિશ્વના બજારોમાં પણ ઘટાડો

બુધવારે ગ્લોબલ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકાના બજાર ડાઉ જોન્સ 1.92 ટકા ઘટાડા સાથે 525.05 અંક નીચે 26,763.10 પર બંધ રહ્યો હતો. જ્યારે નેસ્ડેક પણ 3.16 ટકા ઘટીને 353.04 અંક નીચે 10833.30 પર બંધ થયો હતો. બીજી તરફ એસએન્ડપી 2.37 ટકા ઘટીને 78.65 અંક ઘટી 3236.92ના સ્તરે બંધ થયો હતો. એશિયાઈ બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો. ચીનનો શંઘાઈ કમ્પોઝિટી 1.51 ટકા ઘટાડા સાથે 49.59 અંક નીચે 3230.12ના સ્તર પર બંધ થયો હતો. જોકે યુરોપિયન શેર માર્કેટ વધારા સાથે બંધ થયા હતા. યુકે, જર્મની, ફ્રાન્સ અને રશિયાના શેરબજાર ગ્રીન નિશાનમાં બંધ થયા હતા.

 113 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર