ઓમિક્રોનના ખતરાના પગલે અમદાવાદ સહિત 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો

31 ડિસેમ્બર સુધી 8 શહેરોમાં રાત્રે 1થી સવારના 5 સુધી રાત્રિ કર્ફ્યૂ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે એટલુ જ નહીં ઓમિક્રોનના કેસો પણ સામે આવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે ફરી રાત્રી કરફ્યુ લંબાવાયો છે. રાજ્યના 8 શહેરોમાં રાત્રી કરફ્યુ લંબાવાયો છે. આ 8 શહેરોમાં 31મી ડિસેમ્બર સુધી રાત્રે 1 થી 5 સુધી રાત્રી કરફ્યુ રહેશે.

રાજ્યમાં દરરોજ કોરોનાના 50થી વધુ કેસો સામે આવી રહ્યા છે. સાથે જ નવા વેરિઅન્ટના કેસો પણ સામે આવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યના 8 મહાનગર અમદાવાદ, રાજકોટ, સુરત, જામનગર, જૂનાગઢ, વડોદરા, ભાવનગર અને ગાંધીનગરમાં રાત્રી કરફ્યુ લંબાવાયો છે. રાતના 1 વાગ્યથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ રહેશે.

ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના આંકડા મુજબ રાજ્યમાં આજ રોજ 51 નવા દર્દીઓ સહિત અત્યાર સુધીમાં ચેપના 8 લાખ 28 હજાર 546 કેસ નોંધાયા છે, જેમાંથી માત્ર 571 દર્દીઓ સક્રિય છે અને બાકીના લોકો સાજા થઈને ઘરે પહોંચ્યા છે. આજ રોજ 55 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી 10,101 લોકોના મોત થયા છે.

રાજ્યમાં ઓમિક્રોનના કેટલા કેસ?

  • અમદાવાદ 3
  • જામનગર 3
  • સુરત 2
  • વડોદરા 2
  • ગાંધીનગર 1
  • મહેસાણા 1
  • આણંદ 1
  • રાજકોટ 1

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી