રાજ્યના 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત – રૂપાણી સરકારનો નિર્ણય

રાતના 12થી સવારના 6 વાગ્યા સુધી લાગૂ રહેશે કર્ફ્યૂ

રાજ્યમાં 28 ફેબ્રુઆરી સુધી રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ સુધી યથાવત રહેશે. હવે રાત્રીના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રહેશે કર્ફ્યૂ. ડેપ્યૂટી સીએમની અધ્યક્ષતામાં મળેવી બેઠકમાં નિર્ણય લેવાયો છે. અમદાવાદ, બરોડ, રાજકોટ, સુરત જેવા ચાર મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની રાહત આપવામાં આવી છે. હવે 12થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં હતો.

આ પહેલા, 15 ફેબ્રુઆરીથી કર્ફ્યૂનો સમય રાતના 11થી સવારના 6 વાગ્યા સુધીનોકરવામાં આવ્યો હતો. આ સાથે જ લગ્ન પ્રસંગ કે કોઇ સામાજિક પ્રસંગમાં મહેમાનોની સંખ્યા 100 સુધી સિમિત હતી જેને વધારીને હવે 200 કરી દેવામાં આવી હતી.

રાત્રિ કર્ફ્યૂની સાથે સરકાર લગ્ન પ્રસંગ તેમજ અન્ય જાહેર કાર્યક્રમો માટે પણ છૂટછાટ આપી શકે છે. એક મહિના પહેલાં અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે ફેબ્રુઆરી મહિનામાં લગ્ન અને અન્ય પ્રસંગો યોજનારા પરિવારો માટે હાશકારો થાય એવા સમાચાર પણ છે. રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે સામાજિક કે ધાર્મિક સમારોહ જો ખુલ્લા સ્થળોમાં, પાર્ટી પ્લોટ કે કોમન પ્લોટ જેવાં સ્થળોએ યોજાવાના હોય તો એમાં વ્યક્તિ મર્યાદા રહેશે નહીં. જ્યારે બંધ સ્થળો જેવાં કે હોલ, બેન્ક્વેટ કે હોટલ, ઘર કે અન્ય કોઇ ખાનગી કે જાહેર મકાન અથવા જ્ઞાતિની વાડીઓમાં સમારોહ યોજવો હોય તો એ સ્થળની કુલ વ્યક્તિ ક્ષમતાના પચાસ ટકા પણ સંખ્યાની દૃષ્ટિએ 200થી વધુ નહીં તેટલા લોકો ભાગ લઇ શકે છે.

 71 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર