ચાર શહેરોમાં રાત્રિ કરફ્યુ, દિવસે લોકો માસ્ક વગર ન નીકળે : CM રૂપાણી

માસ્ક જ હાલ કોરોનાની દવા, કૃપા કરી નાગરિકો જવાબદાર રહે : CM રૂપાણી

કોરોના કહેર વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યની જનતા જોગ સંબોધન કર્યું હતું. રૂપાણીએ જણાવ્યું કે, ગામમાં સંક્રમણ વધે નહી તે માટે માત્ર ચાર શહેરો જ નહીં અન્ય શહેરોમાં પણ લોકો રાત્રે બહાર ન નિકળે તે માટે અપીલ કરી હતી. રાજ્યની તમામ જનતા માસ્ક ફરજીયાત પહેરે તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે જરૂરી છે. હાલ કોરોનાની કોઇ રસી નથી તેવામાં માસ્ક જ બચાવ છે તેમ સમજીને લોકો તકેદારી રાખે તે જરૂરી છે. 

સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ચાર શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રિ કરફ્યૂ યથાવત રહેશે. તથા આગામી સમયમાં કોરોના મહામારી ના વકરે તે માટે યુવાનોને ઘરમાં રહેવા અપીલ કરી હતી. અને રાત્રિ કરફ્યૂનો સંપૂર્ણ અમલ કરવા માટે લોકોને અપીલ કરી હતી. તથા સવારે 6 વાગ્યાથી રાત્રિ 9 વાગ્યા સુધી કોરોનાની ગાઇડલાઉનનો ચુસ્તપણે અમલ કરવા જણાવ્યું હતું. 

ગુજરાતમાં દિવાળી બાદ સતત વધી રહેલા કોરોના મહામારીના કેસને લઇને બેઠકોનો દોર યથાવત છે. ત્યારે ગુજરાતમાં કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરી અને સારવાર તેમજ આરોગ્ય લક્ષી પગલાંઓની સમીક્ષા અને માર્ગદર્શન માટે ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમના સભ્યોએ આજે સાંજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક યોજી હતી.

 72 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર