ગુજરાતના 8 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય ઘટાડાય તેવી શક્યતા

નવરાત્રિના પગલે રાત્રિ કર્ફ્યૂમાં મળી શકે છે છૂટ

અમદાવાદ સહિત ગુજરાતભરમાં કોરોના વાયરસે જાણે વિદાય લીધી છે પરંતુ ત્રીજી લહેરના ભણકારા વચ્ચે રાજ્ય સરકાર જોખમ ખેડવા માંગતી નથી જેના પગલે અમદાવાદ સહિત આઠ મહાનગરોમાં 25 સપ્ટેમ્બર સુધી એટેલ આવતીકાલે રાત્રિ કર્ફ્યૂની અવધી સમાપ્ત થઈ રહી છે. જ્યારે બીજી બીજુ હવે આગામી મહિને 7 ઓક્ટોબરથી નવરાત્રિનો તહેવાર પ્રારંભ થઈ રહ્યો છે જેને કારણે આજે ગુજરાત સરકાર અમદાવાદ, વડોદરા,સુરત ભાવનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર સહિત 8 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય ઘટાડાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

ગુજરાતમાં અગાઉ સરકારે 400 લોકોની હાજરીમાં ડી.જે.ઓરકેસ્ટ્રા સાથે ઉત્સવોની ઉજવણી માટે ગૃહ વિભાગે ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. જેથી નવરાત્રિના તહેવારમાં આ છુટછાટમાં વધારો કરાશે તેવું હાલના સંજોગોમાં લાગી રહ્યું છે. જેથી ખૈલેયાઓમાં ખુશીનો માહોલ પણ દેખાઇ રહ્યો છે.

નોંધનીય છે કે, કોરોનાના કારણે ગત વર્ષે નવરાત્રિની ઉજવણી રદ થઇ હતી. પરંતુ આ વખતે કોરોનાની સ્થિતિ હળવી થઇ છે. જેથી સોસાયટી અને ફાર્મ હાઉસમાં શેરી ગરબાની ગાઈડલાઈન જાહેર થવાની સંભાવનાઓ વધી છે.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી