હાં, મે જ હત્યા કરી છે, કારણ કે તેણે…

નિહંગ દ્વારા કરવામાં આવી કબૂલાતથી ખળભળાટ

દેશ-વિદેશમાં ધાર્મિક સ્થાનો પર હુમલાઓ અને ધાર્મિક પવિત્ર ચીજ વસ્તુઓના અપમાનની ઘટનાઓ વધી રહી હોય તેમ બાંગ્લાદેશમાં હિન્દુ મંદિર પર હુમલાની સાથે ભારતમાં પંજાબમાં શીખ ધર્મના પવિત્ર ગ્રંથ સાહેબનું અપમાન કરનારની નિહંગ દ્વારા ક્રુર હત્યાની કબૂલાત કરવામાં આવી છે. જો કે આ ઘટનાને લઇને સિંધુ બોર્ડર પર વિના કારણે વિવાદમાં આવ્યું છે.

સિંધુ બોર્ડર પર ચોંકાવનારી ઘટનામાં થયેલી હત્યા મામલે હરિયાણા પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. હવે આ મામલામાં આરોપીએ કહ્યું છે કે તેમને પોતાના કર્યા પર કોઈ પછતાવો નથી. હત્યા કર્યાના થોડાક જ કલાક બાદ નિહંગોના બ્લૂ વસ્ત્રો પહેરી એક વ્યક્તિ મીડિયા સામે આવ્યો જેણે દાવો કર્યો કે તેણે શીખ પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબને અપવિત્ર કરવા માટે પીડિતોને સજા આપી અને તેને મારી નાંખ્યો. સંયુક્ત કિસાન મર્ચાએ આ મામલામાં તપાસ કરવાની માંગ ઉઠાવી છે.

હત્યા કરનારા સરવજીત સિંહે બાદમાં પોલીસની સામે આત્મસમર્પણ કર્યુ છે. ગુનેગાર તથા તેના સહયોગિઓએ મીડિયાકર્મીઓની સામે કહ્યું કે તે ફરી આ રીતે વસ્તુઓ કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે જો કોઈ ફરી આવું કરશે તો તે ફરી આ પગલું ભરશે. જ્યારે આરોપીને પુછવામાં આવ્યું કે શું તમને કોઈ અફસોસ છે તો આરોપી સિંહે કહ્યું કે તેને કોઈ અફસોસ નથી. જ્યારે પોલીસે તેને કસ્ટડીમાં લીધો તો તે જો બોલે સો નિહાલનો નારો લગાવતા ગિરફ્તાર થયો હતો.

ઉલ્લેખનીય છે કે આ ઘટનાનો વાયરલ થઈ રહેલા કથિત વીડિયો ક્લિપમાં બ્લૂ પાઘડી અને ચૌગા પહેરેલા કેટલાક લોકો ઘાયલ વ્યક્તિના માથ પાસે તેના કપાયેલા ડાબા હાથની સાથે ઉભેલા દેખાઈ રહ્યા છે. લોકોનો આરોપ છે કે પીડિતે તેમની ધાર્મિક પુસ્તકનું અપમાન કર્યુ છે. વીડિયોમાં કથિત રીતે નિહંગોને તે વ્યક્તિને પુછતા જોવા મળ્યા છે કે તે ક્યાંથી આવ્યો હતો અને કોણે તેને એ પુસ્તકને અપિવત્ર કરવા માટે મોકલ્યો હતો. લખબીર પંજાબીમાં ગ્રુપની પાસે મદદ માંગતો પણ સંભળવા મળ્યો હતો.

શુક્રવારે સવારે એક અજાણ્યા મૃતકનો મૃતદેહ સિંઘુ બોર્ડર પર પોલીસ બેરીકેડ સાથે બાંધેલો મળી આવ્યો હતો. મૃતદેહનો એક હાથ કાપી નાખવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે મૃતદેહને પોતાના કબજામાં લીધો હતો. આરોપ છે કે તે વ્યક્તિ શીખ ધાર્મિક પવિત્ર પુસ્તકનું અપમાન કરતો પકડાયો હતો, ત્યારબાદ નિહંગોએ તેની હત્યા કરી હતી. હરિયાણા પોલીસે જણાવ્યું હતું કે, મૃતકની ઓળખ તરન તારન જિલ્લાના ચીમા ખુર્દ ગામના 35-36 વર્ષના મજૂર લખબીર સિંહ તરીકે થઈ છે. તે અનુસૂચિત જાતિનો હતો. સોનીપતના ડીએસપી હંસરાજે જણાવ્યું કે, સવારે 5 વાગ્યે કુંડલી પોલીસ સ્ટેશનમાં માહિતી મળી હતી કે, ખેડૂતોના આંદોલનના સ્ટેજ પાસે એક વ્યક્તિએ હાથ -પગ કાપ્યા બાદ ફાંસીએ લટકાવેલી હતી.

 66 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી