નિખિલ દોંગા ઉત્તરાખંડમાંથી ઝડપાયો

 પોલીસબેડામાં 4 અધિકારી સહિત કર્મચારીઓની ધરપકડ 

ગોંડલ જેલમાં બેઠા બેઠા અને ગુન્હાખોરી આચરનાર ગુજસીટોકનો નામચીન આરોપી નિખિલ ઉર્ફે નિકુંજ દોંગા ઉત્તરાખંડના નૈનિતાલમાંથી ઝડપાઈ ગયો છે. ધૂળેટીના વહેલી સવારે ભૂજની હોસ્પીટલમાંથી નાસી છૂટયા બાદ જુદી જુદી પોલીસ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૃ કરાયો હતો અને તે ઉત્તરાખંડમાં હોવાનું જાણવા મળતા પોલીસે ત્યાં દરોડો પાડયો હતો અને નૈનિતાલમાંથી તે ઝડપાઈ ગયો હતો.

મળતી માહિતી પ્રમાણે ભુજની ખાસ પાલારા જેલમાં રહેલો આરોપી નિખિલ ડોંગા જી.કે.જનરલ હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યો હતો જેમાં પોલીસની સંડોવણી સામે આવી છે. તપાસનીશ ડીવાયએસપી જે.એન. પંચાલે જણાવ્યું કે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી નાસી છૂટેલા ગુજસીટોક ગુનાના કુખ્યાત આરોપી નિખિલ દોંગાને ભગાડવામાં સ્થાનિક પોલીસ અધિકારી – કર્મચારીઓએ જ ગુનાહિત કાવતરૂ રચીને તેને ભગાડ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

આરોપી નાસી જવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં (CCTV) કેદ થઈ હતી ત્યારે પોલીસેએ સીસીટીવી કેમેરાની તપાસ કરવા ઉપરાંત આરોપીઓની મોબાઈલ કોલ ડીટેઈલ્સના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં અગાઉ પોલીસ જાપ્તામાં રહેલા પીએસઆઈ આર.બી. ગાગલ અને કોન્સ્ટેબલ રાજેશ રાઠોડની પોલીસ ધરપકડ કરીને તેમના રિમાન્ડ મેળવ્યા હતા.

રિમાન્ડ દરમિયાન કરાયેલી પૂછતાછમાં આરોપીઓને ભગાડવામાં અન્ય એક પીએસઆઈ અને એએસઆઈની પણ સંડોવણી સામે આવી છે જેમાં પીએસઆઈ એન.કે. ભરવાડ અને એએસઆઈ અલીમામદ ઓસમાણ લંઘાની સંડોવણી સામે આવી હતી. આ પીએસઆઈ અને એએસઆઈ પણ આરોપી નિખિલના જાપ્તામાં હતા.

પાલારા જેલમાંથી નિખિલને જી.કે. જનરલ હોસ્પિટલમાં લાવવા માટે પીએસઆઈ ભરવાડ અને એએસઆઈ લંઘા પણ જાપ્તામાં રહેતા હતા તે દરમિયાન આરોપી પીએસઆઈ ભરવાડ અને એએસઆઈ લંઘા ફોન મારફતે આરોપીને ભગાડવામાં મદદ કરનાર ભરત રામાણીના સંપર્કમાં હતા.

ત્યારે બન્ને પીએસઆઈ અને એએસઆઈની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી આગામી 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ કેસમાં પશ્ચિમ ક્ચ્છ પોલીસની ટીમ ઉપરાંત, ગોંડલ રૂરલ, રાજકોટ પોલીસ, એટીએસ સહિતની ટીમો પણ વર્કઆઉટ કરીને નિખિલને પકડી પાડ્યો હતો.

કૃખ્યાત દોંગા સહીત 11 શખ્સો સામે ગુજસી ટોક હેઠળ ગુનો નોંધાયો

સમાજમાં ટોળકી દ્વારા ભયનું વાતાવરણ ઉભું કરી માલ-મિલ્કત પચાવી પાડતા માથા ભારે શખ્સો સામે કડક હાથે કામ લેવા રાજય સરકાર દ્વારા કાયદામાં સુધારો કરી ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા આપેલા આદેશને પગલે રાજકોટ રેન્જના આઇ.જી. સંદીપસિંઘ અને જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા ગોંડલ, રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર સહીત 116 જેટલા નિખીલ દોંગાની ગેંગ સામે નોંધાયેલા હોવાથી તેની સામે કાયદાનો કસંજો કરી કૃખ્યાત દોંગા સહીત 11 શખ્સો સામે ગુજસી ટોક હેઠળ ગુનો નોંધાયો હતો.

નીખીલ દોંગા સહિત ૧૧ શખ્સો સામે પોલીસે આકરી કાર્યવાહી કરી રીમાન્ડ દરમ્યાન નિખીલ દોંગા જેલમાં બેઠા બેઠા મિલ્કત અને આર્થિક વહીવટનો કારોબાર અજય રાયધન કુંભારવાડીયા કરતો હોવાનું તેમજ અજય કુંભારવાડીયા દ્વારા મિલ્કતના દસ્તાવેજ, સાટાખત અને મોબાઇલ ફોનમાંથી વાતચીત કર્યાનું ખુલ્યુ હતું. ગુજસીટોકના ગુનાની તપાસ કરતાં જેતપુર ડીવાયએસપી સાગર બાગમર દ્વારા ફેલાવામાં આવેલી ઝાળમાં અજય કુંભારવાડીયા આબાદ ઝડપી લઇ નિખીલ દોંગાની કાળી કમાણીના કરતુતોને બહાર લાવ્યા હતા.

 109 ,  1