September 19, 2021
September 19, 2021

Nikki Tamboliએ પિંક કલરનો ડ્રેસ પહેરી લગાવ્યો ‘હોટનેસ’નો તડકો

Big Bossમાં જતા પહેલા નિક્કીએ આપ્યા ‘સ્ટાઇલિશ પોઝ’ જુઓ PHOTOS

બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT)માં આ વખતે વીકેન્ડ કા વારમાં બે હસીનાઓ જોવા મળી હતી અને આ બંને હસીનાઓ બિગ બોસ 14નો ભાગ રહી ચૂકી હતી. જેમના નામ છે રૂબીના દિલૈક અને નિક્કી તંબોલી.

એક બાજુ જ્યાં રૂબીના દિલૈક ખુબસુરત ગ્રે સાડીમાં જોવા મળી હતી ત્યાં બીજી બાજુ નિક્કી તંબોલી હોટ પિંક આઉટફીટમાં આગ લગાવતી જોવા મળી હતી.

નિક્કી તંબોલી બિગ બોસની એક સ્ટાઈલિશ કન્ટેસ્ટન્ટ રહી ચૂકી છે. બિગ બોસ 14માં નિક્કીએ ટોપ 3માં જગ્યા બનાવી હતી. નિક્કી ભલે બિગ બોસનો ખિતાબ ન જીતી શકી પરંતુ તેણે લોકોના હ્રદયમાં જરૂર જગ્યા બનાવી અને બિગ બોસમાં પોતાની સફર બાદ તેણે પાછું વળીને જોયું નથી.

સતત તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને દરેક જગ્યાએ તે પોતાની હાજરી નોંધાવતી જોવા મળે છે. એકવાર ફરીથી નિક્કી બિગ બોસમાં સ્પોટ થઈ અને આ વખતે તો તેણે હોટનેસનો તડકો લગાવી દીધો.

નિક્કી તંબોલી પોતાની સારી ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે. અભિનેત્રીએ એકવાર ફરી પોતાના આઉટફિટથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી. બિગ બોસમાં જતા પહેલા નિક્કી કેટલાક પત્રકારોને પોઝ આપતી જોવા મળી. આ દરમિયાન તેણે હોટ પિંક કલરનો ડ્રેસ પહેર્યો હતો. નિક્કીનો આ ડ્રેસ કઈક વધારે પડતો જ હોટ હતો. ડ્રેસનો એકબાજુનો ભાગ નાનો હતો તો બીજી બાજુનો ભાગ જમીનને સ્પર્શી રહ્યો હતો.

 71 ,  1