અનિલ અંબાણી : બેન્કોના 1.33 લાખ કરોડ ડૂબાડશે તેવી શક્યતા !

ભારતીય અર્થતંત્ર અત્યારે ધીમું પડી ગયું છે અને ગત સપ્તાહે દેશને આથક મંદીમાંથી બહાર લાવવા માટે એસોચમ, ફિક્કી અને સીઆઈઆઈ જેવી ઉદ્યોગ સંસ્થાઓએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન પાસે રૂપિયા એક લાખ કરોડના પેકેજની માંગણી કરી હતી.

પરંતુ, આશ્ચર્યજનક બાબત છે કે એકલા અનિલ અંબાણીની ટેલીકોમ કંપનીઓ ઉપર આ પેકજ કરતા વધારે દેવું છે. અનિલ અંબાણી જૂથની રિલાયન્સ કોમ્યુનિકેશન, તેની બીજી બે પેટા કંપનીઓ અત્યારે ફડચામાં જઇ રહી છે અને તેના ઉપર કુલ રૂ. 1,33,596 કરોડનું દેવું છે. આ ત્રણેય કંપનીઓને લોન કે અન્ય રીતે નાણા આપનાર લેણદારોએ પોતાના દાવા રજુ કરી દીધા છે અને ત્રણ કંપની મળી કુલ રૂ.99,596 કરોડના દાવા ભારતની અને વિદેશની બેંકો, વીમા કંપનીઓ અને અન્ય નાણા સંસ્થાએ રજૂ કર્યા છે.

બેંકોએ આપેલી લોન સામે રિલાયન્સ જુથે સ્પેક્ટ્રમ, ટાવર,ઓપ્ટીકલ ફાઈબર નેટવર્ક અને અન્ય સ્થાવર મિલકતો ગિરવે મૂકી હોવાનું જાણવા મળ્યું છે. આ બધી જ મિલકતો વેચાય જાય તો પણ બેંકોને પુરતી વસુલાત થાય એવું લાગતું નથી. કંપનીની અનામતો સંપૂર્ણ પણે ઘસાઈ ગઈ હોવાથી હવે માત્ર રૂ.8563 કરોડની સ્થાવર મિલકતો જ માર્ચ 2019ના રોજ હતી.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી