ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનશે નીમાબેન આચાર્ય

પ્રથમ મહિલા સ્પીકર, ઉપાધ્યક્ષ તરીકે જાણો કોની વરણી

ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ડૉ. નીમાબેન આચાર્યની વરણી થઇ છે. આગામી સપ્તાહે મળનારા વિધાનસભાના ચોમાસુ સત્રને અધ્યક્ષ તેમજ ઉપાધ્યક્ષના ફોર્મ ભરવામાં આવ્યાં. ભાજપ તરફથી અધ્યક્ષ પદ માટે ડૉ. નીમાબેન આચાર્ય તેમજ ઉપાધ્યક્ષ પદ માટે જેઠા ભરવાડે ફોર્મ ભર્યું છે. ચૂંટણીમાં વિપક્ષ કોંગ્રેસે પરંપરા મુજબ તેમના ઉમેદવાર ઉભા ન રાખ્યાં.

મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી તેમજ શાસક પક્ષના દંડક પંકજ દેસાઇએ નીમાબેન આચાર્ય તેમજ જેઠા ભરવાડનું ઉમેદવારી પત્ર સચિવ ડી.એમ. પટેલને રજૂ કર્યું હતું. સોમવારે વિધાનસભાના ચોમાસુ સત્રમાં અધ્યક્ષ તરીકે નીમાબેન નામની સત્તાવાર જાહેરાત થશે. વિધાનસભાને પ્રથમ મહિલા અધ્યક્ષ મળવા મુદ્દે રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘આ નિર્ણયને કારણે મહિલાઓને સન્માન મળશે. મહિલાઓને આવું સન્માન PM મોદી જ આપી શકે. મોદીએ જ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની શરૂઆત કરી હતી.’

ઉલ્લેખનીય છે કે, વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે દુષ્યંત પટેલની નિમણૂંક કરવામાં આવી છે. મહત્વનું છે કે, નીમાબેન આચાર્યના રાજીનામા બાદ ભરુચના ધારાસભ્ય દુષ્યંત પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. ત્યારે હવે નીમાબેન આચાર્ય અધ્યક્ષ બનવાનું નક્કી છે.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી