પાકિસ્તાનમાં કોલસાની ખાણમાં આગ ફાટી નીકળતાં નવ શ્રમિકોના મોત..

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતની કોલસાની ખાણમાં ફાટી નીકળેલી આગમાં નવ ખાણિયાના મોત થયા છે. જ્યારે અન્ય બે જણને બચાવી લેવાયા છે.

કુદરતી સ્ત્રોતોના ભંડાર સમા બલૂચિસ્તાનના પાટનગર કવેટા પાસેની એક કિલોમીટરથી વધુ ઊંડી કોલસાની એક ખાણમાં રવિવારે ઈલેકટ્રિકલ શોર્ટ સરકીટથી લાગેલી આગમાં ઓછામાં ઓછા 11 ખાણિયા સપડાઈ ગયા હતા. ખાણમાં આગના લીધે ઝેરી ગેસ ફેલાવવા માંડતા ખાણિયા બેભાન થયા હતા, જ્યારે બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો.

આજે આ કામગીરી દરમિયાન બે ખાણિયાઓને બચાવી લેવાયા હતા. જ્યારે અન્ય આઠ ખાણિયાઓના મૃતદેહોને બહાર કઢાયા હતા. અન્ય એક શ્રમજીવીને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે એક ઈજાગ્રસ્ત કામદારનું હોસ્પિટલમાં મોત નિપજયું હતુ.

પાકિસ્તાન સેન્ટ્રલ માઈન્સ લેબર ફેડરેશને જણાવ્યું કે દેશમાં કોલસાની ખાણોમાં થતા અકસ્માતોમાં પ્રતિવર્ષ 100 થી 200 શ્રમજીવીઓ મૃત્યુ પામે છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી