ભાગેડુ નીરવ મોદીની લંડનમાં ધરપકડ, પ્રત્યાર્પણ માટે ED-CBIના પ્રયાસો તેજ

પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીની લંડનમાં ધરપકડ કરી લેવામાં આવી છે. છેલ્લા 13 મહિનાથી ગોટાળાને અંજામ આપી ફરાર નિરવ મોદીની ભારતીય તપાસ અધિકારીઓ શોધી રહ્યા હતા. આપને જણાવી દઇએ, આ અગાઉ સોમવારે બ્રિટનના વેસ્ટમિસ્ટર કોર્ટે નીરવ મોદી વિરુદ્ધ અરેસ્ટ વોરંન્ટ જાહેર કર્યું હતું. ત્યારબાદથી જ કહેવાતું હતું કે નીરવ મોદીની ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે. ધરપકડ બાદ નીરવ મોદીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટ હવે ભારતમાં તેના પ્રત્યર્પણને લઇ કેસની સુનવણી કરશે.

બેન્કોના 13 હજાર કરોડ રૂપિયા લઇને ફરાર થયેલો નીરવ મોદી છેલ્લા દિવસોમાં લંડનમાં ફરતો જોવા મળ્યો હતો. નીરવ મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવી ચૂકી છે. બાદમાં વેસ્ટમિસ્ટર કોર્ટે આ મામલાને ગંભીરતાથી લીધો હતો. નીરવ મોદીની ધરપકડ બાદ ભારત સરકાર બ્રિટન પાસેથી પ્રત્યાર્પણનો પ્રયાસ કરશે.

સૂત્રોના મતે હવે સીબીઆઇ અને ઇડીની ટીમો લંડન જવા રવાના થશે. નીરવ મોદી મામલે ઇડી અને સીબીઆઇની ટીમ સતત યુકે ઓથોરિટી અને ભારતીય હાઇકમિશનના સંપર્કમાં છે. ભાગેડુ નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી લગભગ 13 હજાર કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ મામલામાં આરોપી છે. નીરવ મોદી અને ચોક્સી વિરુદ્ધ ઇડી અને સીબીઆઇ તપાસ કરી રહી છે.

 136 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી