કાયદાથી બચવા નિરવ મોદીની દલીલ – હું માનસિક રીતે સ્વસ્થ નથી..

નિરવ મોદીએ વિકીલીક્સના ફરાર અસાંજેની દલીલનો આશરો લીધો

પંજાબ નેશનલ બેંક સાથે અંદાજે 12થી 13 હજાર કરોડની ઠગાઇ કરીને બ્રિટનમાં મોજ માણતા હીરા વેપારી નિરવ મોદીએ હવે કાયદાથી બચવા વિકીલીક્સના અસાંજેનો સહારો લીધો છે. અને કોર્ટને એવું કહ્યું છે કે, અસાંજેની જેમ તે પણ માનસિક રીતે અસ્વસ્થ્ય છે. નિરવ મોદી સામેનું બ્રિટનની કોર્ટનો આખરી ચૂકાદો 23 ફેબ્રુઆરીએ જાહેર થવાનો છે.

અમેરિકાના આવા કરતૂતોને ઉજાગર કરનાર વિકીલિક્સના અસાંજેને પકડવા માટે એજન્સીઓ ધમપછાડા કરી રહી છે. પરંતુ તેને રાજકીય આશ્રય મળ્યો છે. તેના દ્વારા અમેરિકાની અદાલતને એવો બચાવ કરવામાં આવ્યો કે, માનસિક રીતે પોતે ઠીક નથી. નિરવ મોદીએ પણ આ જ કારણ બ્રિટનની કોર્ટમાં રજૂ કર્યું છે. જો કે તેના જે વીડિયો બહાર આવ્યા છે તેમાં તેવો માનસિક રીતે સ્વસ્થ્ય જણાય છે.

બ્રિટનની જે કોર્ટમાં ભારત સરકારે નિરવ મોદીને પરત લાવવા કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. તેનો ચૂકાદો 23 ફેબ્રુઆરીએ આવી શકે. નોંધનિય છે કે, નિરવની જેમ અન્ય ભાગેડુ વિજય માલ્યાને ભારત લાવવા પ્રયાસો ચાલી રહ્યા છે. માલ્યાની સામે બેંકોને 9 હજાર કરોડનું ફૂલેકુ ફેરવાનો આરોપ છે. જ્યારે નિરવ મોદીની સાથે ભાગેડૂ મેહુલ ચોક્સીએ એક એવા નાનકડા દેશમાં ડોલરના સહારે આશરો લીધો છે કે જે દેશ સાથે ભારતની સંધિ કરાર નથી.

 165 ,  3